Abtak Media Google News

મિનિ બસો, ઇકો સહિત ૧૧ ખાનગી વાહનો ડિટેઇન કરાયા

રાજકોટ એસ.ટી. વિભાગની વિજીલન્સ  પોલીસ અને આર.ટી.ઓ. ની સંયુકત ચેકીંગ ટીમોએ ફરી એક વાર રાજકોટ શહેર અને જીલ્લામાં પેસેન્જરોની ગેરકાયદેસર હેરફેર કરતા ખાનગી વાહનો સામે તવાઇ ઉતારી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો, મુજબ એસ.ટી. ની વિજીલન્સ, સ્થાનીક પોલીસ અને આર.ટી.ઓ. ની સઁયુકત ચેકીંગ ટીમોએ રાજકોટનાં કુવાડવા રોડ, ગોંડલ અને વિરપુર ખાતે હાઇ-વે ઉપર ચેકીંગ હાથ ધર્યુ હતું.આ ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા ઇકો, મીની બસ સહીતના ૧૧ ખાનગી વાહનો ડીટેઇન કરી રૂ ર૧ હજારનો દંડ થી વસુલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.