Abtak Media Google News

કંડકટરને રાહત: સમય નોંધાવવા જવું નહીં પડે

રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ આગામી ર વર્ષ બાદ એરપોર્ટ જેવું અદ્યતન બનવા જઇ રહ્યું છે. ત્યારે નવા બસ સ્ટેન્ડમાં સમય પત્રક દર્શાવતા એલ.ઇ.ડી. મુકવામાં આવશે. જેમાં કયા રૂટની બસ કેટલા વાગ્યે આવશે અને કેટલા વાગ્યે ઉડપશે તેની સંપૂર્ણ માહીતી ડિજીટલ સ્વરુપે દર્શાવાશે આ તદન નવી સિસ્ટમ હંગામી બસ સ્ટેન્ડમાં પણ એટલે કે શાસ્ત્રીમેદાન ખાતે પણ ઉપલબ્ધ થશે.જે રીતે રેલવે સ્ટેશનમાં ટ્રેનના નંબર, રૂટ અને સમય પત્ર દર્શાવતા ડિઝીટલ એલ.ઇ.ડી. મુકાયા છે તેવી જ રીતે રાજકોટના એસ.ટી. સ્ટેન્ડમાં પણ જુદા જુદા રૂટની બસોની અવર જવરની સંપૂર્ણ માહીતી અને બાબતે હવેથી એલ.ઇ.ડી. માં દર્શાવવામાં આવશે. એટલે કે કયા રૂટની બસ કયાં પ્લેટ ફોર્મ ઉપર ઉભી રહેશે અને ઉપડશે તે પણ દર્શાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જે તે રુટની બસના કંડકજ્ઞર બારી ઉપર આવવાનો અને ઉપાડવાનો સમય પત્રકમાં લખવો પડતો હતો પરંતુ હવેથી રાજકોટના બસ સ્ટેન્ડમાં લગભગ ૬ થી વધુ ડિસ્પલે મુકાશે જેમાં બસના આવવા-જવાનો સમય દર્શાવાશે આ સુવિધાથી મુસાફરો સહીત કંડકટર અને ડ્રાઇવરને પણ રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.