Abtak Media Google News

બગસરા રાજકોટ રૂટની એસટી બસનો સ્ટોપ ન હોવાથી વિદ્યાર્થીઓએ બસ રોકી

એસટી નિગમના અધિકારીઓ દ્વારા સમજાવટનો પ્રયાસ બગસરા ડેપોની બગસરા રાજકોટ રૂટની એસટી બસને રોડવાવડી ગામે સ્ટોપ આપવા અંગે ગ્રામજનોએ એસટીની ઉચ્ચકક્ષાએ લેખિત આપેલ હતું છતાં પણ એસટી તંત્ર દ્વારા સ્ટોપ ન અપાતા આજરોજ રોડવાવડી ગામના વિદ્યાર્થી અને ગ્રામજનો દ્વારા બસરોકી રસ્તો ચક્કાજામ કર્યો ત્યારે આ અંગે તાબળતોબ બગસરા એસટી વિભાગના ઉચ્ચઅધિકારી અને ડેપો મેનેજર આર.એ.જોશી સહિતનો કાફલો રોડવાવડીગામે પહોંચી બગસરા રાજકોટ રૂટની બસને આજ થીજ રોડવાવડી ગામે સ્ટોપ આપવા મજૂરી આપેલ જ્યારે આઅંગે ડેપો મેનજર સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે અમોએ મીની એસટી બસ બગસરા રાજકોટ રૂટ પર શરૂ કરેલ હતી

જેમાં છત્રીસ સીટીંગ હોવાના કારણે આ બસને નોનસ્ટોપ રાજકોટ શરૂ કરેલ હતી પરંતુ ગ્રામજનોની રજુઆત અને વિદ્યાર્થીઓના આંદોલનના કારણે આજરોજ અમો બગસરા રાજકોટ રૂટની તમામ એસટી બસ ને રોડવાવડી ગામે સ્ટોપ આપવાનો નિર્ણય કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.