Abtak Media Google News

વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન વધુ રૂ.૧૨૨ કરોડની ખોટ કરી નિગમની કુલ ખોટ રૂ.૯૨૩ કરોડે પહોંચી: રાજકોટ ડિવિઝનનો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકમાં ઉજળો દેખાવ

છેલ્લા ઘણા વર્ષોથી ખોટ કરી રહેલા રાજયના એસટી નિગમે તાજેતરમાં જ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પણ ખોટ કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની એસટી નિગમના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા ઘણા વર્ષોથી એસટી નિગમ દર વર્ષે સતત ખોટ કરી રહ્યું છે અને આ પરંપરા વર્ષ ૨૦૧૮-૧૯માં પણ ચાલુ રહેવા પામી છે અને આ વર્ષમાં પણ એસટી નિગમે જંગી ખોટ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ એસટી નિગમની અત્યાર સુધીની કુલ ખોટ રૂ.૯૨૩ કરોડ છે જેમાં ગત વર્ષ એટલે કે ૨૦૧૮-૧૯ની ખોટ પણ ઉમેરાઈ છે. એસટી નિગમે ૨૦૧૮-૧૯માં વધુ રૂ.૧૨૨ કરોડની ખોટ કરી હોવાનું બહાર આવેલ છે.

જો કે એસટી નિગમે રજૂ કરેલા ગત વર્ષના સરવૈયામાં રાજકોટ એસટી ડિવિઝન આવકમાં કમાઉ દીકરો સાબીત થયાનું દર્શાવાયું છે. રાજકોટ એસટી ડિવિઝને સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકમાં પ્રથમ સ્થાન અને રાજયમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યાનું જાણવા મળેલ છે. રાજયમાં પ્રથમ અમદાવાદ બીજુ ગોધરા અને ત્રીજા ક્રમે રાજકોટનું સ્થાન છે.

આ ઉપરાંત રાજકોટ એસટી ડિવિઝનના જુદા જુદા ૯ ડેપોમાંથી ગત વર્ષ દરમિયાન રાજકોટ ગોંડલ જસદણ અને વાંકાનેર ડેપોએ સારી કમાણી કરી ઉજળો દેખાવ કરેલ છે. જો કે, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપોએ ખોટ કરી હોવાનું બહાર આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.