Abtak Media Google News

બે માસની અંદર માંગ નહિ સંતોષાય તો કોર્ટના દ્વાર ખટખટાવીને રીટ દાખલ કરવાની ચીમકી અપાઈ

રાજકોટ જીલ્લાના તાલુકા કક્ષાએ સૌથી મોટું ગામ ગણાતુ ગોડલ ને છેલ્લા ધણાસમયથી એસ.ટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવે છે મોટા ભાગની બસો બાયપાસ ચાલતી હોવાથી નોકરીયાત અને વિધાથીઓને અપડાઉન કરવુ મુશીબત બન્યું છે જે અંગેની અવારનવાર લેખીત મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા મનમાની કરીને બાયપાસ ચલાવતા હોય છે જે અંગે ની લેખીત રજુઆત વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ ને કરી ને તમામ બસો વાયા ગોડલ થઈ ને ચલાવવા અંગેની તંત્ર ને સૂચના આપવામાં આવે અન્યથા એસ.ટી.પ્રશ્નને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની જીલ્લા પંચાયત ના વિપક્ષી નેતા ધૃપતબા જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે

રજુઆત માં જણાવ્યું છે કે સુરત અમદાવાદ થી રાજકોટ આવતી અને રાજકોટ ,જુનાગઢ, પોરબંદર થી ઉપડતી એસ.ટી.ની.બસો બાયપાસ થઈ ને ચલાવવામાં આવે છે જે અંગે ની રજૂઆતો વારંવાર કરવામાં આવી છે જે અનુસાધને થોડા સમય ફેરફાર થાય છે બાદમાં જે.તે.ડેપો. મેનેજર વિભાગીય નિયામકશ્રીઓ તરફથી મનમાંની કરી ફીર વોહી રફતાર ની જેમ બાયપાસ કરી દેવામાં આવે છે જેમનો ભોગ વિધાથીઓ અને નોકરીયાત વગે બની રહ્યા છે ઉપરાંત ગોંડલ ખાતે વિશ્વપ્રસિધ્ધ અક્ષરમંદિર ભુવનેશ્વરી મંદિર રામ મંદિર જેવા ધાર્મિક સ્થળ સૌરાષ્ટ્ર નુ સૌથી મોટું માકેટીગયાડે આવેલ હોય દેશવિદેશ માંથી તેમજ ગુજરાતભરના લોકો દશેનાથે આવેછે  રાજકોટ ડીવીઝન બહારની મોટાભાગની બસો બાયપાસ ચાલતી હોવાથી મુસાફરોને જીવ ના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડે છે જેથી ગુજરાત સૌરાષ્ટ્ર તરફથી આવતી જતી એસ.ટી.બસોને વાયા ગોડલ થઈ ચલાવવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉપરાંત ગુજરાત. સૌરાષ્ટ્ર ની તમામ બસો માં વાયા ગોડલ ચલાવવા પરિપત્ર તેમજ અમદાવાદ. રાજકોટ સ્થિત કચેરીને પરિપત્ર પડાવવા વહેલી સવારે પ.વાગ્યા થી સાજના ૭.કલાક બાદ થી રાત્રી ના ૧૨.વાગ્યા પછીની એકસપ્રેસ. ગુજેરનગરી બસોને પણ વાયા ગોડલ થઇ ચલાવવાની સૂચનાઓ આપવામાં આવે ગોડલ. રાજકોટ વચ્ચે ચાલતી મીની બસમાં પાસ ફરજિયાત ચલાવવા દર અડધા કલાકે મીની લોકલ બસો રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચલાવી તેમજ રાજકોટ બાયપાસ ગોડલ ચોકડી સુધી મેટ્રો બસ ચલાવી તેમાં પણ પાસ ચલાવવા ગોડલ આશાપુરા ચોકડી. જામવાડી ચોકડી પાસે એસ.ટી.ના જવાબદાર અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવું ગોડલ થી બાયપાસ થતાં ડ્રાઈવર અને કંન્ડકટર સામે કાયેવાહી કરવાની  માંગ કરવામાં આવેલ હતી ઉપરોકત રજુઆત ને બે માંસ ની અંદર ધ્યાને લેવામાં નહી આવેતો હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની અંતમાં રાજકોટ જીલ્લા પંચાયત ના વિપક્ષી નેતા ધૃપતબા જાડેજા એ ચીમકી ઉચ્ચારી જે તે વિભાગના અધિકારીઓની જવાબદારી રહેશે તેવુ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.