Abtak Media Google News

પમે સુધી શાસ્ત્રીમેદાનમાં સર્કસ ચાલે હોય અને સ્થળાંતરની પ્રક્રિયા મુશ્કેલ અને ગુંચવણ ભરી હોવાથી વિલભં થશે

રાજકોટમા ૧૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત સેન્ટ્રલ બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યા પછી હજુ સ્થળાંતર કયારે કરવું એ નિશ્ર્ચિત નથી. રાજકોટમાં કુલ પ જગ્યાએ હંગામી ધોરણે બસ સ્ટેન્ડ સ્થળાંતર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જે પૈકી શાસ્ત્રી મેદાનની પસંદગી  કરવામાં આવી હતી. પરંતુ પ મે સુધી અહીં સર્કસ હોવાને લીધે અને સ્થળાંતરની પ્રક્રિયા ખુબ લાંબી અને ગુંચવળ ભરી હોવાથી આવતા એક મહીના સુધી બસ સ્ટેન્ડના સ્થળાંતર પર સર્કસનું વિઘ્ન આવી ચડયું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે અધતન સુવિધા સાથે નિર્માણ થનાર નવા બસ ટર્મીનલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું પરંતુ બસ સ્ટેન્ડનું સ્થળાંતર કયારે કરવું એ નિશ્ર્ચિત નથી.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા બસ સ્ટેન્ડનું ખાતમુહુર્ત કરી અને આવનારા ર વર્ષમાં રાજકોટની જનતાને અધતન સુવિધા સાથે એરપોર્ટ જેવું બસ પોર્ટ બનશે. પરંતુ આ બસ પોર્ટ બનતા હજુ ર વર્ષ થશે જેથી હાલ બસ સ્ેન્ડ નુ સ્થળાંતર કરવું પણ જરુરી બન્યું છે. હાલના બસ સ્ટેન્ડનું કામ ચાલુ થતાં વિલભં થશે. અને સ્થળાંતરની પ્રક્રિયા પણ ખુબ જ લાંબી અને ગુંચવણ ભરી છે. રાજકોટમાં કુલ પ  જગ્યાએ સ્થળાંતર માટેની જગ્યા નકકી કરવામાં આવી છે. જેમાં શાસ્ત્રીમેદાન, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, આજી ડેમ અને એસ.ટી. વર્કશોપ ખાતે બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવશે.

સ્થળાંતરની પ્રક્રિયાની વાટાઘાટો હાલ ચાલી રહી છે. અને ૧ વર્ષ સુધી બસ સ્ટેન્ડનું કામ ચાલવાનું હોય તો સ્થળાંતર માટે સ્થળ પસંદગી કઇ રીતે અને કયારે કરવી એ જરુરી બન્યું છે.

હાલમાં તો જ શાસ્ત્રી મેદાન ખાતે બસ સ્ટેન્ડની સ્થળાંતરની પસંદગી કરવામાં આવી છે. પરંતુ શાસ્ત્રીમેદાનમાં આગામી પ મે સુધી સર્કસ હોવાથી હાલ તો સ્થળાંતર શકય નથી તો હવે જોવાનું રહેશે કે રાજકોટવાસીઓને બસનો લાભ કયાથી મળશે અને બસ સ્ટેન્ડનુ: સ્થળાંતર કયારે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.