અમદાવાદમાં સોમવાર સવાર સુધી એસટી બસ સેવા બંધ

અન્ય જિલ્લાઓમાંથી પણ એસટી બસ સેવા અમદાવાદમાં નહીં આવે

દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં એસટી બસના પ્રવેશને લઈને સીએમ રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. આજે રાત્રે 9 વાગ્યાથી અમદાવાદમાં એસટી બસની અવર-જવર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સોમવારે સવારના 6 વાગ્યા સુધી એસટી બસની અવરજવર બંધ રહેશે. એટલું જ નહીં રાત્રી કફર્યું દરમિયાન પણ એસટી બસની અમદાવાદમાં અવર જવર બંધ રહેશે. 9 વાગ્યા બાદ શહેરમાં એસટી બસ પ્રવેશ કરશે કે નહીં અને અમદાવાદથી ઉપડશે પણ નહીં. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કફર્યું રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજન્સી સહિતની સેવાઓ ચાલુ જ રહેશે. બે દિવસ કફર્યુ હોવાને લઈ આજે સવારથી એસટી સ્ટેન્ડ તેમજ ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

બીજીબાજુ વાત કરીએ તો કફર્યુને લીધે અન્ય તમામ ગતિવિધિઓ પણ બંધ રહેશે. જો કે જીવન જરૂરી વસ્તુ ખરીદવા સવારથી જ લોકો દોડાદોડી કરી રહ્યાં છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કફર્યુ ફકત બે દિવસનો હોવા છતાં લોકો વસ્તુનું સંગ્રહ કરવા લાગ્યા છે. સોમવારે સવારે 6 કલાકે કફર્યુ પૂરું થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કફર્યુ લાગશે એટલે કે, સોમવારથી રાત્રી કફર્યુ અમદાવાદમાં આગામી સુચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારના 6 વાગ્યા સુધી અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે, અન્ય જિલ્લાથી એસટી સેવા અમદાવાદથી નહીં આવે જોકે રેલવે દ્વારા તમામ ટ્રેનો ટાઈમ ટેબલ મુજબ દોડાવાશે અને તેના આવન-જાવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. સોમવાર સવાર સુધી એસટી સેવા બંધ રહેશે. નોંધનીય છે કે, 57 કલાકના કફર્યુ દરમિયાન અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે. આ ઉપરાંત અમદાવાદની એએમટીએસની બસ પણ કફર્યુને લઈ બંધ જ રહેશે.

Loading...