Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સવારે આઈટીબીપીના જવાનોને લઈ જતી ખાનગી બસ એક ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 1 જવાન શહિદ થયા છે. આ એક્સિડન્ટ જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ખૂની ગરનાળા રામબન નજીક બની છે. આ બસમાં 35 જવાનો સવાર હતા.

એક્સિડન્ટમાં 24 જવાન ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. બસ શ્રીનગરથી જમ્મૂ તરફ જઈ રહી હતી.રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બસમાં હજુ ઘણાં જવાન ફસાયેલા છે જેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.