Abtak Media Google News

નાડીવૈદ્ય ડો. પ્રશાંત ગણાત્રા દ્વારા ર૦૦૦૦ થી વધુ લોકોનું નાડી પરિક્ષણ: ડો. પ્રશાંત ગણાત્રા અને હસમુખભાઇ ગણાત્રા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આર્ટ ઓફ લીવીંગ સંસ્થામાંથી તાલીમ લઇને આવેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ નાડીવૈદ્ય ડો. પ્રશાંત એચ. ગણાત્રા દ્વારા મંગળા મેઇન રોડ ખાતે શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરની શરુઆત કરવામાં આવેલ. જેનો દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઇ રહ્યો છે જે નીમીતે ત્રિદિવસીય નિ:શુલ્ક નિદાન કરી આપવામાં આવશે.

આ સમય ગાળા દરમિયાન નાડીવૈદ્ય ડો. પ્રશાંત એચ. ગણાત્રાએ રાજકોટના ર૦૦૦૦ થી વધુ લોકોનું નાડી પરીક્ષણ દ્વારા નિદાન કરી આયુવેદીક સારવાર કરેલ છે.

તદુપરાંત સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અનેક શહેરો અને ઘણા બધા ગામડાઓમાં નાડીપરીક્ષણ નિદાન કેમ્પનું આયોજન કરી સારવાર આપેલ છે.

નાડી પરીક્ષણ એટલે તમારી બિમારી પાછળના મુળ કારણ સુધી પહોચવું  આપણે ઘણી વખત નાની મોટી તકલીફથી પીડાતા હોય છીએ પરંતુ એ તકલીફ પાછળનું મુળ કારણ શું એ જાણતા હોતા નથી. ત્યારે નાડીપરીક્ષણ દ્વારા તકલીફના મૂળ કારણને જાણી સરકાર કરવામાં આવે તો ચોકકસપણે એ તકલીફને કાયમ માટે શરીરમાંથી નાબૂદ કરી શકાય છે.

નાડી વૈદ્ય ડો. પ્રશાંત ગણાત્રા દ્વારા આયુર્વેદના અનેક વિષયો પર કેન્દ્ર ખાતે વાર્તાલાપ પ્રસારીત થઇ ચુકયા છે.શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરના દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નીમીતે નાડી વૈદ્ય ડો. પ્રશાંત ગણાત્રા અને હસમુખભાઇ ગણાત્રાએ ‘અબતક’ની શુભેચ્છા લીધી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.