Abtak Media Google News

અસલમાં શ્રીલંકન ખેલાડીઓ દ્વારા માસ્ક ધારણ કરવાનું જરા વધુ પડતું હતુ: ગોરા ખેલાડીઓને તો વાંધો આવતો નથી!

નવીદિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં સ્મોંગે માઝા મુકી છે! શ્રીલંકાનીક ટીમે માસ્ક ધારણ કર્યા હતા. અસલમાં શ્રીલંકન ખેલાડીઓ દ્વારા માસ્ક ધારણ કરવાનું જરા વધુ પડતુ હતુ કેમકે સવાલ એ થાય કે શું તેઓ ભારતની ઈમેજ બગાડવા માગે છે? શું તેઓ એવા મેસેજ મોકલવા માગે છે કે ભારતમાં રમવા યોગ્ય હવામાન નથી!

દિલ્હીમાં ધુમ્મસને કારણે હવામાં મોઈશ્ચરાઈઝર (ભીનાશ) હોય છે. અધુરામાં પૂ‚ આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ ઝોન ગાઝીયાબાદ, ગૂ‚ગ્રામ વિગેરેની ફેકટરીમાંથી છૂટતો વાયુ તેમાં ભલે એટલે સ્વાભાવિક રીતે વિઝિબિલિટીનો પ્રશ્ર્ન થાય. આ સિવાય ગઈકાલનાં મેચમાં મેદાન પર વાતાવરણ એકદમ ધૂંધળુ થઈ ગયું હતું.

અમુક સમય તો રમત પણ રોકવી પડી હતી શ્રીલંકાના કોચ નિક પોથાસે તો એવું કહ્યું કે મેદાન બહાર ગયા પછી શ્રીલંકાના ક્રિકેટરોને ઉલટીથઈ હતી તેન પાછળ સ્મોગી દિલ્હીનું વાતાવરણ જવાબદાર છે. શ્રીલંકન કોચનું આ બયાન જરા વધુ પડતું છે. એવું કહેવાય છે કે, ભારતે ૫૦૦ રનથી વધુનો સ્કોર ખડકયો એટલે શ્રીલંકન ખેલાડીઓએ ચહેરા પર માસ્ક પહેરવાનું ‘નાટક’ કર્યું બાકી દિલવાલો કી દિલ્હી ભારત દેશની રાજધાની છે. અને અત્યાર સુધી એકેય ટીમે આવું કર્યું નથી. ઓસ્ટ્રેલિયા, યુ.જે. જેવી ગોરી ટીમને પણ દિલ્હીમાં વાંધો આવતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.