Abtak Media Google News

ભારત અને અમેરિકાની ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી વિગત છતાં હુમલો રોકવા રક્ષા મંત્રાલય નિષ્ફળ

શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૩૫૦ થી વધુ લોકોના મોત નિપજયા હતા. તે પહેલા ભારત દ્વારા મળેલી ખુફીયા જાણકારીને ધ્યાન ન દેતા જે ઘટના ઘટી તેના પર પ્રત્યુત્તર આપતા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ રક્ષા સચિવ તથા આઈજીપીને રાજીનામુ આપવા તાકીદ કરી છે. જેનું કારણ રક્ષામાં ચુક થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા આત્મઘાતી હુમલાના બે કલાક પહેલા જ આ અંગેની જાણકારી શ્રીલંકાની ગુપ્તચર એજન્સીને આપી હતી. જેમાં શ્રીલંકાના ચર્ચની સુરક્ષા આપવામાં તેઓ સફળ નિવડયા ન હતા. જેની સીધી અસર શ્રીલંકાના નાગરિકોના મોતને લઈ પડી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ તેના રક્ષા સચિવ અને આઈજીપીને રાજીનામુ આપવાની પણ તાકીદ કરી હતી. શ્રીલંકા સરકારના સુત્રોના જણાવ્યાનુસાર હુમલા અંગેની વિગતો સૌપ્રથમ ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવી હતી અને વિશેષ રૂપે ચેતવણી પણ આપી હતી. આ તકે રાષ્ટ્રપતિ સીરીસેનાએ શ્રીલંકાના નાગરિકોને આસ્વાશન આપતા જણાવ્યું હતું કે, આતંકવાદથી લડવા તેઓ જ‚રીયાતવાળા તમામ પગલાઓ ઉઠાવશે અને શ્રીલંકામાં જનજીવન ધીમે ધીમે સામાન્ય પણ થઈ જશે.

વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારના ઉચ્ચ અધિકારીઓમાં પણ થોડો ફેરબદલ કરવામાં આવશે કારણ કે તેઓ દ્વારા તેઓની ફરજ કુનેહપૂર્વક બજાવી શકયા ન હોવાથી આ ઘટનાને અંજામ મળ્યો હતો. સીરીસેનાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીલંકાની ગુપ્તચર એજન્સીએ આ તમામ લોકો ઉપર ચાંપતી નજર રાખી હતી તેમ છતાં જે આત્મઘાતી હુમલો થયો તે યોગ્ય ના કહી શકાય જેમાં શ્રીલંકાની રક્ષા મંત્રાલય જવાબદાર પણ છે.

અંતમાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જયારે આતંકી હુમલો થવાની સંભાવના અને ચેતવણી મળી હતી તે મેસેજ તેમના સુધી પહોંચ્યો ન હતો જે ગંભીર ભુલના કારણે ૩૫૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.