Abtak Media Google News

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવતા ભાવિકોની સુરક્ષા માટે લેવાતા તકેદારીનાં ખાસ પગલા

ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વ મહામારી કોરોના સામેના જંગમાં પ્રથમથી જ દેશ-વિદેશનાં દર્શનાર્થીઓ, ફરજ કર્મચારીઓના રક્ષા કવચ માટે સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સજાગ-કાર્યરત અને જાગૃત છે.

કોરોના રોગ સામેની સાવચેતી ભાગરૂપે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું હોય ત્યારથી અત્યાર સુધી ૧૧૦૦ લીટર સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો. મંદિરની અંદર રોજ ત્રણ વખત સેનેટાઈઝ કામગીરી કરવા માટે ચાર કર્મચારીઓ નિયમિત કાર્યરત છે. એટલું જ નહીં સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરો, મંદિર એન્ટ્રી ચેકિંગ પોસ્ટો, મંદિર દર્શનપથ રેલીંગ, સોશિયલ ડિસ્ટન્સનાં દોરાયેલા રાઉન્ડો ઉપર દિવસમાં ત્રણ વખત સેનેટરાઈઝડ સ્પ્રે કરાય છે. ટ્રસ્ટે હમણા ઓર્ગેનિક કેમિકલ પણ અમલી કર્યું છે જેનો સ્પ્રે માણસને નુકસાનકારક નથી તેવી ટ્રાય સફળ રીતે લેવાઈ છે. મંદિરમાં દર્શન પ્રવેશ સેનેટાઈઝડ ટનલ કાર્યરત છે જેમાં પ્રવેશતાં જ ઓટોમેટીક સ્પ્રે શરૂ થાય છે.

કહેવાય છે કે, રોજના ૧૦ થી ૧૨ લીટર કેમીકલમાંથી ૩૫૦૦ લીટર સેનેટરાઈઝડ વોટર મિશ્રણ સાથે બને છે આ માટે મંદિરમાં જુદા-જુદા સ્થળોએ ૫૦૦ લીટરની મોટી ટાંકીઓ પણ મુકી ઈલેકટ્રીક જોડાણ આપી ટનલ કાર્યરત રાખી છે. આ ઉપરાંત દવા છાંટવાના ઈલેકટ્રીક બેટરી ઓપરેટેડ ખભે બેલ્ટ સાથે ફીટ ટાંકી કરેલા પંપથી પણ આ સેનેટરાઈઝડ છંટકાવ કરાય છે. મંદિરને જોડતા રસ્તા ઉપર અવાર-નવાર નગરપાલિકા દ્વારા પણ સ્પ્રે વાનથી છંટકાવ કરી સર્વે માટે આવશ્યક સાવચેતીની પુરેપુરી કાળજી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.