કોરોના મહામારી સામે ૧૮ ‘શક્તિમાન’ સેનેટાઈઝર મશીનથી દવાનો છંટકાવ

91

‘પ્રોટેકટ’ ટાઈપના હાઈ કલીયરન્સ બૂમ સ્પ્રેયર વિનામુલ્યે ઉપયોગ માટે અપાયા

હાલ વિશ્વમાં મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે અને આ રોગચાળો આગળ ફેલાતો અટકાવવા લોકોના આરોગ્ય માટે પગલા લઇ રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે આ મહામારી નાથવા સ્તુત્ય પ્રયાસો શરૂ કરાયા છે. સમગ્ર દેશભરમાં “લોકડાઉન અમલી છે. આ મહામારીને નાથવા રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે શક્તિમાન બ્રાન્ડના “પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના વરદ્ હસ્તે શરૂ કરાવવામાં આવી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારતથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

આ અગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, રાજકોટમાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. દ્વારા શક્તિમાન બ્રાન્ડથી ખેતીવાડીને લગત તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહેલ તથા અશ્વિનભાઈ ગોહેલ દ્વારા ઉદયભાઈ કાનગડ સાથેના અંગત સંબંધોને ધ્યાને લઇ, તાત્કાલિક ધોરણે આ પ્રકારના મશીનો મહાનગરપાલિકાને વિનામુલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવેલ છે. આ મશીન વડે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી ૪૦૦ થી ૬૦૦ લીટરની છે. તથા ફ્યુઅલ ટેન્ક કેપેસિટી ૨૦ લીટરની છે. આ મશીનથી ૧૬ સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે ૩૬૦ ડીગ્રીના  વિસ્તારમાં પ્રતિ કલાક ૫ કી.મી.ની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે. કંપની દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ઉપયોગ અર્થે આપવામાં આવેલ આ મશીનના ડીઝલ તથા ઓપરેટીંગનો તમામ ખર્ચ હાલ કંપની દ્વારા ભોગવવામાં આવનાર છે. આ કંપની દ્વારા વિશ્વના ૮૭ દેશોમાં ખેતીવિષયક મશીનરીની નિકાસ કરવામાં આવે છે. આ પ્રસંગે ડે.કમિશનર કમિશનર પ્રજાપતિ, એ.કે. સિંઘ, ચેતન નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, ડે.હેલ્થ ઓફિસર પી.પી. રાઠોડ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, ચીફ ફાયર ઓફિસર ઠેબા, આસી. કમિશનર કગથરા, ધડુક, ડાયરેક્ટર ગાર્ડન એન્ડ પાર્કસ હાપલીયા ઉપસ્થિત રહ્યા હતા.

‘શક્તિમાન’ પોતાની સામાજીક જવાબદારી નિભાવી રહ્યું છે: દિનેશભાઇ વશિષ્ઠ

અબતક સાથેની વાતચિત દરમિયાન શક્તિમાનના માર્કેટીંગ ઓફિસર દિનેશભાઇ વશિષ્ઠએ જણાવ્યું હતું કે મશિનએ બેઝીકલ એગ કલ્ચર મશીન છે. જેને અત્યારે ડિસઇન્ફેકશન કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ મશીનની કેપેસીટી ૬૦૦ લીટરની છે. મશીની ૪૦થી ૫૦ કિલોમીટર પૂતિદિવસ છે. એરિયાને ડિસઇન્ફેકટ કરી શકે. ૧૦ મીટરની બુમ વિથ છે. જેમાં સાંકળા રસ્તામાં અને ઓછી વધુ કરી શકાય છે. આજે ૪ મશીન આવેલ છે. હજુ ૧૪ મશીન આપીશું. રાજકોટ મનપામાં ૧૮ વોર્ડ છે. તેથી અમે ૧૮ મશીન આપીશું. દરેક વોર્ડમાં ૧ મશીન કાર્યરત રહેશે રાજકોટ સીવાય અમે ગોંડલ નગરપાલિકામાં પણ આ મશીનો આપેલ છે. ત્યારે શકિતમાન પોતાની સોશ્યલ રીસ્પોન્સીબ્લીટી નીભાવી મશીનો આપી રહી છે.

Loading...