ઇન્ટીરીયર ડિઝાઇનરો માટે કાલથી સ્પોર્ટસ કાર્નિવલ

વોકેથોન અને ઝુમ્બાથી કાર્નિવલનો થશે પ્રારંભ: જયોતિ સીએનસીનાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, સ્વિમિંગ, વોલીબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમાશે

આઇઆઇઆઇડી આયોજીત કાર્નિવલમાં ચાર ટીમોમાં વિભાજીત ૧૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશે: ૨૬મીએ કાર્નિવલની પૂર્ણાહૂતિ : વિગતો આપવા આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ઈન્ટીરીયર ડિઝાઈનર માટેની સંસ્થા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયલ ડીઝાઈનરનાં સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટર દ્વારા આવતીકાલથી સ્પોર્ટસ કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. વોકેથોન અને ઝુમ્બાથી આ કાર્નિવલનો પ્રારંભ થશે બાદમાં જયોતિ સીએનસીનાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, સ્વિમીંગ, વોલીબોલ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમાશે. ચાર ટીમોમાં વિભાજીત ૧૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. આ સ્પોર્ટ કાર્નિવલ ૨૬મી સુધી ચાલવાનો છે. જેની વિગતો આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઈન્સ્ટીટયુ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયલ ડીઝાઈનર (આઈઆઈઆઈડી) સૌરાષ્ટ્ર રીજનલ ચેપ્ટરમાં આવતીકાલથી સ્પોર્ટસ કાર્નિવલના શુભારંભ માટે વોકેથોનનું આયોજન કરેલ છે. આ વોકેથોનનો મુખ્ય હેતુ રાજકોટના લોકોમાં સ્પોર્ટસ કલ્ચરની અવરનેસ વધે તે માટેનો છે. આ વોકથોનમાં સંસ્થાના ૨૦૦થી વધુ સભ્યો પરિવાર સાથે જોડાશે. સ્પોર્ટસ કાર્નિવલમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, સ્વિમીંગ, વોલીબોલ, ટેબલ ટેનીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઈઆઈઆઈડીના ૧૦૦થી વધુ સભ્યો આ બધી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. જયોતી સીએનસીના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં તા.૧૯ થી ૨૬ જાન્યુઆરી આ રમતો રમાશે.

આ કાર્યક્રમ પાછળનો મુળ હેતુ રાજકોટમાં સ્પોર્ટસ કલ્ચર આવે અને લોકો પોતાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે જાગૃત થાય. આ કાર્યક્રમમાં મુખ્ય સહયોગથી વિજયભાઈ ધોરૂ (ભવ્ય એલ્યુમીનીયમ) છે તથા સહ સહયોગી તેજ ગ્લાસ તેજસભાઈ રાવલ, રેડકાર્પેટ, સુરજભાઈ કાનાબાર, સીપીએલ પ્લાયવુડ, ધ્રુવ રાણા તથા હિતેશભાઈ કોરાટ અને કલાસીક સ્ટોન વિરેન પટેલ છે. આયોજનમાં આઈઆઈઆઈડી નેશનલ કમીટીમાંથી રાજેન્દ્ર પુરી હાજરી આપી રહ્યા છે. ચેપ્ટર ચેરમેન હરેશભાઈ પરસાણાના નેતૃત્વ હેઠળ આવી સ્પોર્ટસ કમીટીએ આગવું આયોજન કરેલ છે. જેમાં રમેશ પીપળીયા, દર્શિતા જોષી, વિશાલ પાટોળીયા, મીતલ ચૌહાણ, દિપક મહેતા એ કાર્નિવલ સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

Loading...