Abtak Media Google News

ટીવીની દુનિયાના જાણીતા એડવેન્ચર શો “સ્પ્લિટ્સવિલા 11” નો શાનદાર સફર કાલે પૂરો થઈ ચૂક્યો છે અને શોની વિજેતા જોડી પણ દર્શકોને મળી ચૂકી છે. શ્રુતિ અને ગૌરવની જોડીએ બધાને ધૂળ ચટાવી વિજેતાનું ટાઈટલ પોતાના નામ કર્યું છે. ગૌરવ અને શ્રુતિએ શોના ફાઈનલ ટાસ્ક જીતી દર્શકોના દિલમાં જગ્યા મેળવી લીધી છે.

શો માં સિમબા, સંયુક્તા, આયુષમાન, મીરાસ, શગુન વેગેરે જેવા લોકોએ ભાગ લીધો હતો, જે લોકોએ ગૌરવ અને શ્રુતિને બરાંબારીની ટક્કર પણ આપી હતી. પરંતુ બધાને હરાવી શ્રુતિ અને ગૌરવએ વિજેતા બનીને બધાને દેખાડી દીધું કે તેઓ ખરેખર જીતવાને લાયક છે. કહી દઈએ કે ગૌરવ સ્પ્લિટ્સવિલા 11  મા એક વાઈલ્ડ કાર્ડ એંટરીમાં આવ્યો હતો.એમટીવી પર આવતા આ શોને રણવિજય સિંહ અને સની લીયોનિ હોસ્ટ કરે છે.

આમ તો આ શો લવ કનેક્શન માટે નો છે પરંતુ ગૌરવ અને શ્રુતિએ પોતાની દોસ્તીના કનેક્શનથી આ શો જીતીને સાબિત કર્યું છે કે દોસ્તી પણ પ્યારથી કમ નથી હોતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.