Abtak Media Google News

માર્વેલ સીરીઝ, આયરનમેન, હલ્ક, બ્લેક પેન્થર, થોર, ડોકટર સ્ટ્રેન્જ, કેપ્ટન અમેરિકા અને સ્પાઈડર મેન જેવા સુપર કોમીક કિરદારના જનેતા સ્ટેન લીની વિદાય

બાળકોથી લઈને વૃદ્ધોમાં પણ હોટ ફેવરીટ કોમીક સુપરસ્ટાર સ્પાઈડરમેન, માર્વેલ હિરોઝ, હલ્ક જેવા સુપરહિરોના ફિકશન કિરદારના જન્મદાતા ૯૫ વર્ષીય સ્ટેન લીનું સોમવારે નિધન થયું હતું. અમેરિકન કોમીક બુકની સંસ્કૃતિના ઘડવૈયા મનાતા સ્ટેન લીએ નીઝી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબીયતનો સામનો કરી રહ્યાં હતા. તેમની પુત્રીએ જણાવ્યું કે, તેના પિતા પોતાના તમામ પ્રશંસકોને ખૂબજ પ્રેમથી સંબોધતા હતા. તેઓ ખૂબજ મહાન અને સોમ્ય વ્યક્તિત્વ સાથે હંમેશા અમર રહેશે. ૨૮ ડિસેમ્બર ૧૯૨૨ ન્યુયોર્કમાં જન્મેલા સ્ટેન લીએ ફેન્ટાસ્ટીક ફોરની સાથે માર્વેલ કોમીકસની શરૂઆત કરી હતી. આજે ભાગ્યે જ એવા ટીનેજરો હશે જેને માર્વેલ સીરીઝનો ક્રેઝ ન હોય.

આ સીરીઝ બાદ તેમણે ફિકશનના સુપરહિરો સ્પાઈરમેન, એક્સમેન, હલ્ક, આયરનમેન, બ્લેક પેન્થર, થોર અને ડોકટર સ્ટ્રેન્જ તેમજ કેપ્ટન અમેરિકા જેવા દમદાર અવતારને દુનિયાથી રૂબરૂ કરાવ્યા બાદ હોલીવુડ ફિલ્મોની દિશા બદલી હતી.

આજે પણ માર્વેલ કેરેકટરની લઈ સુપરહિટ ગણાતા એવા સ્પાઈડરમેનના નામ માત્રથી બોકસ ઓફિસ પર તે ફિલ્મો બ્લોક બસ્ટર જાય છે. માર્વેલની અત્યાર સુધીની લગભગ દરેક ફિલ્મોમાં સ્ટેન લીએ કેમીયો રોલ નિભાવ્યો છે. કોમીકસ ઉપરાંત લીએ ફિલ્મોમાં સ્ક્રીન પ્લે પણ લખ્યા છે. કહીં શકાય કે, કોમીકસ અને ફિકશનની દુનિયાના અમર બાદશાહ સ્ટેન લીની ખોટ ફિલ્મ જગતને રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.