Abtak Media Google News

ફિલ્મ ’સ્પાઇડર મેન – ફાર ફ્રોમ હોમ’ નું ટ્રેલર રિલીઝ : એક જ દિવસમાં અધધધ લાઇક મળી

હોલીવૂડની ફિલ્મો જોનારો એક અલાયદો દર્શક વર્ગ છે. ખાસ કરીને સુપર હીરો મૂવીઝ નો ઈંન્તઝાર હર કોઈને હોય છે. આગામી ઉનાળું વેકેશન દરમિયાન બે સુપર હીરો ફિલ્મ જોવા મળશે.

સ્પાઇડર મેન : ફાર ફ્રોમ હોમ તારીખ ૫ મી જુલાઈ અને એવેન્જર – ૪ એન્ડ ગેમ તારીખ ૨૪ મી એપ્રિલ ના રોજ અમેરિકા સાથે વિશ્વ ભર માં રિલીઝ થશે. ભારત માં પણ તેની ઇંગ્લિશની સાથે હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષામાં ડબ એડિશન જોવા મળશે.

સ્પાઇડર મેન :ફાર ફ્રોમ હોમનું ટ્રેલર બહાર પડી ગયું છે. જેને ખૂબ લાઇક મળી રહી છે.

સ્પાઇડર મેન અને એવેન્જર મૂવી ના સુપર હીરો બાળકો અને યુવા પેઢી ના માનીતા પાત્રો છે. આ બંને ફિલ્મો હમેશા વિક્રમ જનક કમાણી કરે છે. આ વખતે સ્પાઇડર મેન એટલે કે પીટર પાર્કર તેના મિત્રો સાથે અમેરિકા ના શિકાગો શહેર થી વેકેશનમાં યૂરોપ ફરવા જાય છે. ત્યાં. મુસીબત આવે ત્યારે તેમાં ફસાયેલા લોકો ને બચાવે છે. આ ફિલ્મ માં રોમાંટિક એંગલ પણ છે. અને દોસ્તો વચ્ચે ની મસ્તી પણ છે. એટલે કે સ્પાઇડર મેન :ફાર ફ્રોમ હોમ ટોટલ ધમાલ ફિલ્મ હોવાની ચર્ચા છે.

આ સિવાય એવેન્જર જર :એન્ડ ગેમ માં પણ નવીનતા લાવવાની કોશિશ કરવામાં આવી છે. તેને સ્પાઇડર મેન ની પહેલાં તારીખ ૨૪ મી એપ્રિલ ના રોજ અમેરિકા માં રિલીઝ કરી દેવાશે. તેના પછી ૫ મી જુલાઈએ સ્પાઇડર મેન રિલીઝ થશે. બંને ફિલ્મો વચ્ચે જાણી જોઈને ગેપ રાખવામાં આવ્યો છે. હોલીવૂડ ના ફિલ્મી પંડિતો ના જણાવ્યા મુજબ આ વખતે સ્પાઇડર મેન ની ફિલ્મ માટે જબરો ઉત્સાહ છે કેમકે તેના ટ્રેલર ને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં એવેન્જરને અસર થશે. સ્પાઇડર મેનને એવેન્જરના સુપર હીરો જેવા દિલ ધડક સ્ટંટ દ્રશ્યો ભજવતો બતાવાયો છે. સ્પાઇડર મેન ફાર ફ્રોમ હોમ માં ટોમ હોલેન્ડ સ્પાઇડર મેન નું પાત્ર ભજવી રહ્યો છે. એવેન્જર એન્ડ ગેમ માં રોબર્ટ ડાઉની જૂનિયર ક્રિસ હેમ્સવર્થ માર્ક રફેલો ક્રિસ ઈવાંસ સ્કાર્લેટ જોનસન જેવા કલાકારો નો શંભુ મેળો ભરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.