Abtak Media Google News

યાત્રીઓની સાથે સામાન પણ સેનિટાઈઝ કરાયો: વેઈટીંગ લોન્જમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ખૂરશી પર ચોકડીની નિશાની: મુંબઈથી ૭૫ મુસાફરો રાજકોટ પરત ફર્યા

કોરોના મહામારીને પગલે લોકડાઉન દરમિયાન રાજકોટથી હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી સ્પાઈસ જેટ દ્વારા આજથી હવાઈ સેવાનો પ્રારંભ થતા મુંબઈથી ૭૫ મુસાફરો રાજકોટ પહોચ્યા હતા તેમજ રાજકોટથી ૩૫ જેટલા મુસાફરોને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ રવાના કરાયા હતા.

Dsc 0087

રાજકોટના એરપોર્ટ પર લાંબા સમય બાદ આજથી હવાઈ સેવાનો પ્રારંભ થતા મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. એરપોર્ટનાં ગેઈટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ બાદ જ મુસાફરોને અંદર પ્રવેશ અપાયો હતો. ઉપરાંત યાત્રિકો માટે ખાસ સેનિટાઈઝની વ્યવસ્થા કરાઈ હતી તબીબો દ્વારા તમામ યાત્રિકોનું સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરાયું હતુ આરોગ્યની યાત્રીકોના સામાનને પણ સેનિટાઈઝ કરાયો હતો. વેઈટીંગ લોન્જમાં બે મુસાફરો સાથે ન બેસે તે માટે એક ખુરશી ઉપર ચોકડીની નિશાની અને કતારબંધ ઉભા રહેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે રાઉન્ડ દોરાયા હતા. એરપોર્ટ પર સવારે ૮ કલાકે મુંબઈથી સ્પાઈસ જેટ મારફતે ૭૫ જેટલા મુસાફરો રાજકોટ પહોચ્યા હતા તેમજ આજ ફલાઈટ મારફતે રાજકોટથી ૩૫ જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા છે.

Dsc 0161

આવનાર અને જનાર કોઈપણ વ્યકિતમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલીક સિવિલ ખાતે પહોચાડવાની પણ વ્યવસ્થા ગોઠવાય છે. લોકડાઉનના સમયથી છેલ્લા ૨ મહિનાથી ફસાયેલા મુંબઈના યાત્રિકોમાં ખુશી જોવા મળી હતી. તેમજ રાજકોટ વતન ફરતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. રાજકોટ વતન પરત ફરેલા સતિષભાઈએ જણાવ્યું હતુ કે છેલ્લા બે મહિનાથી વતન આવવાની રાહ હતી. આજે રાજકોટ પરત ફરતા હાશકારો અનુભવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.