સ્પાઈસ જેટ બોમ્બાર્ડીઅર વચ્ચે ૫૦ વિમાન માટે ૧૦૦ કરોડનો સોદો

187
SpiceJet Bombardier has a deal of 100 crores for 50 aircraft
SpiceJet Bombardier has a deal of 100 crores for 50 aircraft

આ પૂર્વ સ્પાઈસ જેટ ૭૮ પેસેન્જરની સુવિધા ધરાવતું હતું જે હવે ૭૦ પેસેન્જરોની સુવિધા સાથે સજજ થશે

સ્પાઈસ જેટ બોમ્બાર્ડીઅર એર ક્રાફટ પાસેથી હવાઈ મુસાફરીને સક્ષમ બનાવવા માટે ૫૦ કયુટર્બો એન્જીન ખરીદવાની યોજના ૧૦૦ કરોડના કરારની સાથે ઘડી છે. પ્રાઈવેટ સ્પાઈસ જેટમાં આ સૌપ્રથમ આટલી મોટી ડિલ છે. આ સ્પાઈસ જેટ ૯૦ પેસેન્જર સિટો સાથે મુસાફરોને હવાઈ સફર કરાવશે. વધુમાં આ ખરીદી ૨૫ કયુફોર ટર્બોપ્રોપ એન્જીન તેમજ ૨૫ એરક્રાફટ સાથે કરવામાં આવી છે.સ્પાઈસ જેટના સીએમડી અજયસિંહે જણાવ્યું હતું કે, તેઓ પેરીસ એરશોમાં ઘોષિત આ સ્પાઈસ જેટના ઓર્ડરથી ખુબ જ ખુશ છે.આ ઓર્ડરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને માર્ગ મળશે. તેમના દરેકને હવાઈ સફર કરવાના સપનાને પૂર્ણ કરશે. ગામડા તેમજ શહેર વિસ્તારોને તેનાથી જોડવામાં મદદ‚પ થશે.આ સ્પાઈસ જેટ ઓપરેટસ ભારતનું ઘણુ વિસ્તરીત હવાઈ ફાફલો બનશે. તે ગ્રામ્ય તેમજ શહેરોના વિકાસમાં ઉપયોગી બનશે. બોમ્બાર્ડિઅર કોમર્શિયલ એરક્રાફટના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેઓ આ એગ્રીમેન્ટથી ખુબ જ ખુશ છે.આ સ્પાઈસ જેટથી હવાઈ વાહનોમાં નવા ફિચર્સ તેમજ વેરાયટી આવશે.આ ઓર્ડર ફકત કયુ૪૦૦ એરક્રાફટની ગતી જ નહી વધારે પરંતુ એશિયા પેસિફિકમાં હાઈ ડેનસીટી ધરાવતું ૯૦ પેસેન્જરોનું વાહન પણ બનશે. એરલાઈન્સે પોતાની ક્ષમતા વધારવા તેમજ અન્ય નવા રિઝન  માટે પણ ખુલ્લા માર્ગ રાખવા આ નિર્ણયો લીધા છે. સ્પાઈસ જેટ ૧૫ એરક્રાફટ ૨૦૧૦માં હાલ ધરાવે છે.જેમાં ૭૮ પેસેન્જરો માટેની સુવિધા છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માર્ગો માટે છે. આ પૂર્વે સ્પાઈસ જેટ ૨૨૫ સાંકળા આકારના તો અમુક પહોડી બોડી ધરાવતા જેટની ખરીદી કરી હતી.

Loading...