Abtak Media Google News

આગામી નાણાકીય વર્ષમાં 5જી સ્પેક્ટ્રમ ઉપર નજર રાખશે કંપનીઓ: રિલાયન્સ જીઓ ટોચનું ખરીદનાર રહ્યું

સ્પેક્ટ્રમની હરાજીમાં પણ જીઓએ જમાવટ કરી છે. બીજી તરફ આ વખતે રૂ. 45000 કરોડની જગ્યાએ 77000 કરોડ સ્પેકટ્રમના કારણે ઉપજ્યા છે. સ્પેકટ્રમ હરાજીના પ્રથમ દિવસે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાના રિઝર્વ પ્રાઇસે પહેલા દિવસે 77,146 કરોડ રૂપિયાના બિડ મળ્યા છે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ બિડ મૂક્યા હતા.

હરાજીના પ્રથમ દિવસે બિડિંગની રકમ 77,000 કરોડને વટાવી ગઈ 77,146 કરોડ રૂપિયા થઈ હતી, પરંતુ 700 અને 2500 મેગાહર્ટ્ઝ જેવા પ્રીમિયમ બેન્ડનું કોઈ લેવાલ ન હતું. આ હરાજી મંગળવારે પણ જારી રહેશે.

રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ આ હરાજી માટે કુલ 13,475 કરોડ રૂપિયા અર્નેસ્ટ મની તરીકે ડિપોઝિટ કર્યા હતા. તેમા 1.79 લાખ કરોડની નેટવર્થ ધરાવતી રિલાયન્સ જિયોએ તે વખતે સૌથી વધારે 10,000 કરોડની અર્નેસ્ટ મની આપી હતી.

71,403 કરોડની નેટવર્થ ધરાવતી ભારતી એરટેલે 3,000 કરોડની અને 43,474 કરોડની નેટવર્થ ધરાવતી વોડાફોન આઇડિયાએ 475 કરોડની અર્નેસ્ટ મની આપી હતી. આ હરાજીના પગલે આગામી નાણાકીય વર્ષમાં ફાઇવજી સ્પેકટ્રમની હરાજીની સંભાવના વધારે પ્રબળ બની ગઈ છે.

આ હરાજીમાં 2,257 મેગાહર્ટ્ઝમાં રેડિયો વેવ્સ માટે મોબાઇલ સેવાઓના સાત ફ્રીકવન્સી બેન્ડ 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1,800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2,300 મેગાહર્ટ્ઝ અને 2500 મેગાહર્ટઝની નીલામી થઈ રહી છે.

તેમા ફાઇવ જી સેવાઓ માટે જરૂરી 3,300 અને 3,600 મેગાહર્ટ્ઝના બેન્ડની હરાજી થઈ રહી નથી. આ હરાજીમાં સફળ રહેનારી કંપનીઓ એકસાથે રકમ આપી શકે છે અથવા તો 25 કે 50 ટકાના હિસ્સામાં વહેંચીને આપી શકે છે. તેના પછી તે બાકીની રકમ બે વર્ષના મોરેટોરિયમમાં 16 વર્ષના ઇએમઆઇમાં આપી શકે છે. આ સ્પેકટ્રમનો ઉપયોગ 20 વર્ષ સુધી કરી શકાશે.

આ હરાજીથી એરટેલ, વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો એમ બધી ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે. આ કંપનીઓ તેમના એરવેવ્સ માટે કેટલાક સ્પેકટ્રમની પુન: ખરીદી પણ કરી શકે છે જેનો સમયગાળો ખતમ થવા આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્પેકટ્રમની હરાજી માટે મંજૂરી આપી હતી. તેના માટે ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. કોરોના સંકટના લીધે રાજકોષીય ખાધ ટોચના સ્તરે પહોંચી છે ત્યારે ભંડોળની તંગીનો સામનો કરી રહેલી સરકારને સ્પેક્ટ્રમના વેચાણથી થોડી રાહત મળી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.