Abtak Media Google News

જુનાગઢમાં શરુ થનાર ગિરનાર પરિક્રમા માટે મુસાફરોની સગવડતા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા પાંચ દિવસ માટે રાજકોટ- જુનાગઢની વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવે દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આ ટ્રેન રોજ પાંચ ટ્રીપ કરશે.

રાજકોટથી જુનાગઢ અને જુનાગઢથી રાજકોટ આવવા માટે તા. ૧૮, ૨૦, ૨૧, ૨૩ અને ર૪ નવેમ્બર સુધી ચલાવાશે. રાજકોટથી આ ટ્રેન સાંજે ૧૭.૧૦ કલાકે તથા જુનાગઢથી રાત્રે ૨૦.૦૦ કલાકે પહોંચશે. ત્યાંથી આ ટ્રેન રાત્રે ૨૧.૨૦ કલાકે ઉપડી રાત્રે ૨૩.૪૦ કલાકે રાજકોટ પહોચશે.

બંન્ને તરફથી આ ટ્રેન ભકિતનગર, રીબડા, ગોંડલ, ગોમટા, વિરપુર, નવાગઢ, જેતલસર તથા વડાલ સ્ટેશને રોકાશે રાજકોટથી જુનાગઢ માટેનું લોકલ ટ્રેનનું ભાડુ રૂ ૨૫ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.