Abtak Media Google News

માફીયા ડોન દાઉદ સહિત ૪૫ શખ્સો સામે ૧૯૯૩માં ગુનો નોંધાયોતો: જામનગરના બેડી બંદરે બોમ્બ અને એ.કે. ૪૭ દુબઈથી મોકલાયા તા: સ્પેશ્યલ પીપી તરીકે મોહનભાઈ સાયાણી અને તુષાર ગોકાણી ઉપસ્થિત રહેશે

ગેંગ સ્ટર દાઉદ ઈબ્રાહીમના ઈશારે ૧૯૯૩માં દેશમાં અરાજકતા ફેલાવવા અને કોમી રમખાણોમાં ઉપયોગ કરવા જામનગરના દરીયાઈ માર્ગે ખતરનાક શસ્ત્રો તથા દારૂગોળો ઉતારી તેનો ઉપયોગ કરવાનાં ગુન્હા સબબ ચાલતા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ તથા આતંકવાદના (ટાડા) કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાશાસ્ત્રી મોહનભાઈ સાયાણી અને તુષાર ગોકાણીની રાજય સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે. આ કેસની હકિકત એવી છે કે, ૬ ડીસે. ૧૯૯૨નાં રોજ બાબરી ધ્વંસ પછી દેશમાં ભારત સરકાર વિરૂધ્ધ કાવત્રુ કરી કોમી રમખાણોમાં ઉપયોગ કરવા તેમજ દેશમાં આતંક મચાવવાના હેતુથી ભારતમાં ગેર કાયદે હથીયાર તથા સ્ફોટક પદાર્થો ઘુસાડી અને આરાજકતા તથા ભાંગફોડ કરવા માટે દુબઈ સ્થિત દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનું શેઠ વિગેરેનાઓ સાથે મળી બીજા માણસોની સાથે વિસ્ફોટક પદાર્થ તથા હેન્ડ ગ્રેનેડ બોમ્બ તથા ઘાતક હથીયારનો જથ્થો ભારતમાં ઘુસાડવા માટે બેડી ગામે રહેતા હારૂન આદમ સંઘાડ તથા કચ્છના સલાયા માંડવી ખાતે રહેતા ઓસમાણ ઉમર કારેજા અને મામદ અલીમામદ ઉર્ફે મમદુ સાથે દરીયાઈ રસ્તેથી આ જથ્થો ભારતમાં ઘુસાડેલ જે મતલબની એફ.આઈ.આર. જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં ટાડા એકટ દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનું શેઠ, મંમુમીયા પંજુમીયા, ઓસ્માણ ઉર્ફે ઉસ્માન ઉમર કારેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હા‚ન આમદલ સંઘાડ વાઘેર, મહમદ કાલીયો, યુનુસ ઉર્ફે જુનુસ લોટો સ/ઓફ હસન ઉમર રાઠોડ, જુનુસ ચીકના, અનવર સાંભા તમામ શખ્સો વિ‚ધ્ધ ગુનો નોંધાયો હતો. બેડી (જામનગર) તથા માંડવી (સલાયા)ના કેપ્ટન તથા ખલાસીઓને મુસ્તુફા મજનુ શેઠએ છુટા કરેલા અને વતનમાં દુબઈથી મોકલી આપેલા. તેમજ વતનમાં છુપાઈ જવાની સુચના કરેલી હતી. અને તપાસ દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી હેન્ડ ગ્રેનેડ-૪૩, એ.કે.૪૭-૭, કાર્ટીઝ ૩૩૦૦, બોમ્બ-૧, મેગ્ઝીન ૧૬ સહિતનો ખતરનામ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. એફ.આઈ.આર. નોંધાયા બાદ અનેક આરોપીઓ પકડાઈ ગયેલા અને સર્વોચ્ચ અદાલત સુધી ચાલેલા અનેક કાયદાકીય અને રાજકીય ઉતાર ચઢાવના અંતે આરોપીઓ સામેનો કેસ ચાલવા ઉપર આવતા રાજય સરકાર દ્વારા સીનીયર ધારાશાસ્ત્રી મોહનભાઈ સાયાણીની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તથા તેજ તેર બાહોશ યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની મદદનીશ સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.