Abtak Media Google News

 બેન્ક લોન કૌભાંડમાં આરોપી વિજય માલ્યાને PMLA કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધો છે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા ઈડીએ આ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટે આજે સુનાવણી કરી છે. આમ PMLA કોર્ટના ચુકાદા પછી માલ્યા નવા કાયદા અર્તગત દેશનો પહેલો ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે આ ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો.

માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. આ પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની આ અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.