Abtak Media Google News

એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ ક્ષેત્ર વિશાળ રોજગારીની તકો સર્જતી હોવાથી તેના વિકાસ માટે રાજ્ય સરકારે ત્રણ અગત્યના નિર્ણયો કર્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ખાતે જી.આઇ.ડી.સી.નું ખાતમુહૂર્ત તેમજ ઔદ્યોગિક વસાહતના ૪૭૧ પ્લોટોને ડ્રો કરીને ફાળવણી

મુખ્યમંત્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમ શીલતાને કારણે અનેક નાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે રાજ્ય સરકાર ઇચ્છે છે કે રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગકારો તેમના ઉદ્યોગ સ્થાપીને ઉત્પાદન કરતા થાય.

મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે  કેન્દ્ર સરકારની રૂપિયા ૧૦૦ કરોડની સહાય થકી ગુજરાતમાં ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તે માટે રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પ્રોડક્શન અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ્સના પ્રોડક્શન અર્થે ખાસ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

20200118120210 Img 7490

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સૂક્ષ્મ, નાના, લધુ, મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના ખાસ ત્રણ નિર્ણય કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં કેપિટલ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારના ઉત્પાદન માટે પરવાનગી વગર પ્રોજેક્ટ શરૂ કરી શકાશે અને માત્ર સાત દિવસમાં રૂપિયા પાંચ કરોડ સુધીની લોન બેન્ક દ્વારા પૂરી કરી આપવા બેંક.ઓફ.બરોડા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ૩૨ લાખ જેટલા નાના લોકો ઉદ્યોગો વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે આ એકમોના સરળીકરણ માટે એમ.એસ.એમ.ઈ માટે અલગ કમિશ્નરેટ વિભાગ બનાવવામાં આવે છે આ લઘુ ઉદ્યોગો વિશ્વની સ્પર્ધાઓમાં ટકી શકે તે માટે સસ્તી વીજળી મળે તે માટે પોતાના સોલાર તેમજ વિન્ડ વીજ ઉત્પાદન કરવાની છૂટ આપેલ છે. લઘુ ઉદ્યોગોને પ્રોડક્શન અને પછી પરવાનગી ત્રણ વર્ષમાં પાછળથી લેવાની રહેશે,  ઉદ્યોગકારો તમે પહેલા ઉત્પાદન ચાલુ કરો હવે સમયની રાહ જોવી નથી તમેજ તમારા પગ પર થાવ તેમ મુખ્યમંત્રીએ ઉદ્યોગ કારોને હાવાન કર્યુ હતું એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો માટે બેંક.ઓફ.બરોડા સાથે ખાસ એમ.ઓ.યુ દ્વારા  રૂપિયા પાંચ કરોડની લોન સાત દિવસમાં મંજૂર કરી આપવામાં આવશે. રૂપિયા પાંચ કરોડથી વધુની રકમની લોન માત્ર ૨૧ દિવસમાં મંજૂર કરી આપવામાં આવશે. આ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ સહકાર આપીને રાજ્ય સરકાર આગળ વધી રહી છે ગુજરાતનો સંતુલિત વિકાસ થાય અને બધા ઉદ્યોગો રોજગારીલાયક તકો ઉપલબ્ધ થઈ શકે તેમ છે.

20200118114215 Img 7472

ગુજરાતના વિકાસની હરણફાળનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કચ્છ, સાણંદ, અંક્લેશ્વ્રર, બરોડા સહીત વિવિધ જિલ્લાઓમા ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઇઓ સર કરી છે. ગુજરાતનો જિડીપી દેશના જીડીપી કરતા આગળ હોવાનું તેમજ કુલ વિદેશી રોકાણના ૪૦ ટકા ગુજરાતમાં આવતું હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું. ગુજરાત યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ  બળવંત  ઠાકોરે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી સરકાર દ્વારા પારદર્શી વહિવટ કરવામાં આવી રહ્યાં જણાવ્યું હતું અધ્યક્ષ  વિશેષમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સ્માર્ટ જીઆઇડીસીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ઝડપથી પ્રગતિ કરે તે માટે જીઆઇડીસી દ્વારા વિશેષ પ્રદાન કરવામાં આવ્યું છે તેમ અધ્યક્ષ  અંતમાં જણાવ્યું હતું.

20200118115657 Img 7489

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સરકારની વિવિઘ યોજના તળે ઉદ્યોગ સાહસીકોને મળવાપાત્ર સહાય યોજનાઓના લાભોમાં ૫૪૦ થી વધુ એમ.એસ.એમ.ઈ. એકમોને કેપીટલ સબસીડી, તથા વ્યાજ સહાય ગુણવત્તા પ્રમાણપત્રો માટેની સહાય, ૧૦૦ એકમોને સહાય અંગે પ્રોવિઝનલ મંજુરી પત્રો અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૩૦ યુનિટોને સી.ટી.ઇ. તથા સી.સી.એના મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જી.આઇ.ડી.સીના ઉપાધ્યાક્ષ એન.થેનાર્સને સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી. નિમાર્ણની રૂપરેખા પુરી પાડી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ પદે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, મહામંત્રી અશોક્ભાઈ મેતા, પૂર્વ ધારાસભ્ય મતી ભાનુબેન બાબરીયા, ચેતનભાઇ રામાણી, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા,રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સાપર-વેરાવળ તેમજ મેટોડા જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગપતિઓ વિશાળ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.