Abtak Media Google News

દિલ્હી વિધાનસભાનાં પરિણામો સમયે કેજરીવાલના ગેટઅપમાં બેબી મફલર બોયે દેશભરનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ

તાજેતરમાં આવેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીનો સાવરણો ફરી વળતા ભાજપનું કમળ ફરીથી પાંચ વર્ષ માટે મુરજાઈ ગયુંહતુ આ પરિણામોમાં ૭૦માંથી ૬૨ બેઠકોની તોતીંગ બહુમતી સાથે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ફરીથી સત્તાના સુત્રો સંભાળનાર છે. ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ તાજેતરની દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસી ભરી બની હતી. આ ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. તેના અમુક નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કેજરીવાલ પર વ્યકિતગત હુમલો કરીને આતંકવાદી પણ ગણાવ્યા હતા. જે સામે કેજરીવાલે હરીફ પક્ષો પર હુમલા કરવાના બદલે વિકાસની રાજનીતિ પર જ પોતાનો ચૂંટણી પ્રચાર સીમિત રાખ્યો હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારકાર્યમાં પોતાના વિકાસકાર્યો પર જ મતો માંગવાનો અરવિંદ કેજરીવાલના પ્રયોગને પરિણામોમાં ભારે સફળતા મળી હતી જેની કેજરીવાલના હકારાત્મક પ્રયોગો દેશના રાજકારણને નવી રાહ ચીંધી છે. અત્યાર સુધી દરેક રાજકીય પાર્ટીઓ પોતાના હરીફ પાર્ટીએ કરેલા કામો તેના નેતાઓનાં કૌભાંડો વગેરે પર પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રહારો કરીને મતો માંગતા હોય છે. પરંતુ કેજરીવાલે આવા કુપ્રચારોથી દૂર રહીને પોતે કરેલા વિકાસકાર્યોને વધુ ઝડપી બનાવવા બીજા પાંચ વર્ષ સત્તા આપવા દિલ્હીવાસીઓને અપીલ કરી હતી. આ અપીલ રંગ લાવી હોય તેમ ન્યુ દિલ્હી, ન્યુ ઈન્ડીયાના આ નવા રાજકીય વિચારને ન્યુ કેજરીવાલે ન્યુ દિશા આપી છે. ભૂતકાળમાં લોકસભા ચૂંટણી વખતે કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓ પર વ્યકિતગત પ્રહારો કરીને ફસાય ગયા હતા. જેથી તેમને લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં હારનો સામનો કરવો પડયો હતો. માત્ર એટલું જ નહિ ભાજપના નેતાઓ દ્વારા બદનક્ષીની નોટીસો મળતા તેમની જાહેર માફી પણ માંગવી પડી હતી.

7537D2F3 11

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (આપ) ના નેતાઓ અને કાર્યકરો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે  ’બેબી મફ્લરમેન’ની તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની શૈલીએ બધાને આકર્ષિત કર્યા હતા અને સીએમ અરવિંદ કેજરીવાલ પોતે પણ તેમના દ્વારા ખૂબ પ્રભાવિત હતા. હવે આ ’બેબી મફલમેન’ અયાન તોમરને સીએમ કેજરીવાલના શપથ ગ્રહણમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેજરીવાલની જેમ મફલર પહેરેલો અને ચશ્માં પહેરેલો જોવા મળ્યો ત્યારે અયાને લોકોનું ધ્યાન ખેંચ્યું. અયાને ટોપી પહેરી હતી અને તેની મૂછો પણ કેજરીવાલ જેવી હતી. મયુર વિહારમાં રહેતો અયાને માત્ર એક વર્ષનો છે, પરંતુ તે ખૂબ જ લોકપ્રિય થયો છે. તેમના પિતા રાહુલ તોમર ’આપ’ ના સમર્થક છે અને તેઓ મંગળવારે ચૂંટણી જીતની ઉજવણીમાં તેમના પુત્ર કેજરીવાલની જેમ પોશાક પહેરાવ્યો હતો. અંગે ઉલ્લેખનીય છે કે આગામી૧૬ ફેબ્રુઆરી ને કે રવિવારે આપ ક્ધવીનર કેજરીવાલ ત્રીજી વખત એતિહાસિક રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.