કણસાગરા કોલેજ અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર કોરોના વોરીયર્સ અને સુત્રલેખન સ્પર્ધાનાં પ્રથમ ૧૧ વિજેતાઓનું થશે વિશેષ સન્માન

કોવીડ ૧૯ લોકડાઉન દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા આયોજીત હું પણ કોરોના વોરીયર્સ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા કોલેજ અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આ બંને સ્પર્ધાનું ઓનલાઈન આયોજન થયેલ.

કોરોના વોરીયર્સ સ્પર્ધામાં જેમણે ૧૦૦થી વધુ લોકોને લોકડાઉનની સમજ આપી ઓનલશ,ન રજી. કરાવ્યું છે. એવા પ્રથમ ત્રણ વોલંટીયર્સનું અને સ્લોગન રાઈટીંગ કોમ્પીટીશનમા ભાગ લેનાર પ્રથમ ૧૧ વિજેતાનું બોલબાલા ટ્રસ્ટના સૌજન્યથી સર્ટીફીકેટ અને રૂ.૧૦૦૦ના ગીફટ વાઉચર તથા ગીફટ આપી વિશેષ સન્માનીત કરાશે.

આયોજક ડો. ગોસ્વામી જણાવે છે કે આ સ્પર્ધામાં કોરોનાવોરીયર્સ તરીકે ૧૫૦૦થી વધુ લોકો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જોડાયેલ જયારે સુત્રલેખનમાં ૪૦૦થી વધુએ ભાગ લઈ લોકડાઉનમાં થયેલી સ્પર્ધાને સફળ બનાવી હતી. સુત્ર લેખન સ્પર્ધામાં વિજેતા થયેલ ૧૧ વિજેતાઓમાં પ્રથમ: ખીરજીયા સબીરથા ઈસ્માઈલભાઈ જસદણ (ભાલોડીયા વિમેન્સ કોલેજ) બીજા: સનારીયા નિલેશ કાંતીભાઈ (રાજકોટ નાગરીક સહકારી બેંક) અને ત્રીજા: યાદવ નિધિ મનસુખભાઈ (કણસાગરા મહિલા કોલેજ) ચોથા: છાયા મહેતા (જામનગર) પાંચમા: શેખડા ખુશાલી હરેશભાઈ )કણસાગરા કોલેજ એસવાયબીકોમ) છઠ્ઠા: વસાણી રિધ્ધિ દેવેન્દ્રભાઈ (કણસાગરા કોલેજ એમ.કોમ) સાતમાં: મહિડા પુજા અશોકભાઈ, આઠમા: ગાંગાણી અંજલી રમેશભાઈ (મીનાબેન કુંડલીયા કોલેજ રાજકોટ), નવમાં: લહે‚ અમી (કણસાગરા મહિલા કોલેજ રાજકોટ), દશમા: સાયરા પૂજા શંભુભાઈ (કણસાગરા કોલેજ) અને ૧૧માં સ્થાને ડાંગર શ્રેયા સુરેશભાઈ (કણસાગરા કોલેજ) વિજેતા થયેલ છે.

જયારે ૧૦૦થી વધુ કોરોના વોરીયર્સ બનાવનારમાં પ્રથમ સ્થાને મારકણા કોમલ બીજા કોટેચા પ્રાપ્તી અને ત્રીજા સ્થાને ખોરજીયા નસરીન વિજેતા થયા છે.સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો. યશવંત ગોસ્વામી અને એનએસએસ વોલંટીયર્સે વિશેષ જહેમત ઉઠાવી હતી.

Loading...