Abtak Media Google News

વોટ્સએપ ગ્રુપ એડમિન માટે ટૂંક સમયમાં જ વધુ ફીચર્સ આપશે. આ ફીચર્સ આવ્યા પછી ગ્રુપ મેમ્બર એડમિનની મંજૂરી વગર ટેક્સ્ટ મેસેજ, વિડિયો, ફોટો GIF કે વોઈસ મેસેજ નહી મોકલી શકે.

અહેવાલોની માહિતી મુજબ વોટ્સઅપ Restricted Groups નામનુ સેટિંગ તૈયાર કરી રહ્યુ છે. આ સેટિંગ માત્ર ગ્રુપ એડમિન દ્વારા જ  એક્ટિવ થશે. એડમિન જે યુઝર પર પ્રતિબંધ લગાવી દેશે તે મેમ્બર કંઈ પણ પોસ્ટ નહી કરી શકે,  અને પ્રતિબંધ લાગ્યા બાદ આવા સભ્યો માત્ર મેસેજ રિડ જ કરી શકશે.

જો રિસ્ટ્રીક્ટેડ મેમ્બર્સે કોઈ વિડિયો, મેસેજ કે ફોટો પોસ્ટ કરવો હોય તો Message Admin બટનનો ઉપયોગ કરવો પડશે જેથી તે મેસેજ પેલા એડમીન ને સેન્ડ થશે. અને આ પ્રકારના મેસેજ એડમિનની અપ્રૂવલ પછી જ ગ્રુપમાં શેર થઈ શકશે.

વોટ્સએપ પર ભવિષ્યમાં અમુક એડવાન્સ ફીચર્સ, બગ ફિક્સેસ અને બીજા ઘણા અપડેટ્સ પણ આવવાના છે. વોટ્સએપ 500 અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં 10 ભારતીય ભાષાઓનો પણ સમાવેશ થયેલો છે. વોટ્સએપ પાસે મંથલી 1.2 અબજ એક્ટિવ યુઝર છે જે દરરોજ એક્ટિવ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.