Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ની ભુપેન્દ્ર રોડ શાખાનું ગ્રાહક મિલન યોજાયું

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ભુપેન્દ્રરોડ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરકિ સેવાલય’ ખાતે યોજાયેલ હતું. આ સમારોહની વિશેષતા એ હતી કે બેન્કનાં પદાધિકારીઓએ વિવિધ કેટેગરીમાં ગ્રાહકોને તેમના સને જઇ સન્માનિત ર્ક્યા હતા.

વિવિધ કેટેગરીનાં ગ્રાહકો, જયેશભાઇ ઉપાધ્યાય-રાજકોટ સીટી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, મોજ રબ્બર પ્રા. લિ.-નરેન્દ્રભાઇ બાવરીયા, હરિકૃષ્ણ જ્વેલર્સ-હિતેષભાઇ પારેખ, સદ્ગુ‚ પરિવાર ટ્રસ્ટ-ઇશ્ર્વરભાઇ ખખ્ખર, રોયલ સ્કવેર ઓનર્સ એસોસીએશન-દર્ષિતભાઇ  જાની, આમદભાઇ ખોખર, કુમાર બ્રધર્સ-કુમારભાઇ વાસદેવાણી, રાજકોટ મચ્છુકઠીયા સઇ સુાર જ્ઞાતિ-હિંમતલાલ ચૌહાણ, નાાભાઇ પરસાણા, ચંદ્રકળાબેન વાછાણી, જગદીશભાઇ સોલંકી, ‚પેશભાઇ શાહ, ગુણવંતભાઇ શાહ, સનકવાસી જૈન પી. વાય. મંડળ-કિશોરભાઇ દોમડીયા, પી. એન. ઇલેકટ્રીક એન્ડ હિટર્સ કં.-પંકજભાઇ પટેલ, અમિતભાઇ પાટડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.

નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘અહીં આપે જોયું કે વિવિધ કેટેગરીનાં ગ્રાહકોનું સન્માન તેમનાં જ સન પર જઇ પદાધિકારીઓેએ ર્ક્યું. આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. બેન્કમાં દરેક માટે પોલીસી લાગુ પડે છે અને તેમાં દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે. નાના અને મધ્યમવર્ગનાં લોકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે રીતે કાર્ય કરીએ છીએ. ગ્રાહક મિલન માટે અહીં આપને બોલાવ્યા તેનો હેતુ બેન્કનું આ અદ્યતન ભવન આપને બતાવવાનો છે. આપ જે બેન્ક સો સંકળાયેલા છો તે કેવી રીતે કાર્ય કરે છે, ભવન કેવું છે, તેની ખાસીયત જાણી આપ આનંદિત શો. આ ભવન સંપુર્ણપણે ગ્રીન બિલ્ડીંગ છે અને સ્વીચલેસ છે. આ ભવનને બે વખત ભારતનાં અગ્રણી મેગેઝીન દ્વારા એવોર્ડ મળેલા છે. આપણે સતત એ જ વિચાર કરીએ છીએ કે સમાજને વધુને વધુ કેમ ઉપયોગી બની શકીએ. માઇનોર બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા છે. તેમને ચેકમાં સહી કરી ઉપાડ કરી શકે છે. આ સુવિધાી બાળકો બેન્કિંગ ગતિવિધિી પરિચિત થશે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ છૂટ આપવામાં આવે છે.

સુનિલભાઇ રાઠોડે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘૩૮ વર્ષ જુની ભુપેન્દ્ર રોડ શાખાનાં ખાતેદારોને ગ્રાહક મિલનમાં હ્રદયપૂર્વક આવકારીએ છે. આપ જે બેન્ક સો સંકળાયેલા છો તેની કેવું તે નિહાળવા, માહિતગાર કરવા આપ સહુને હેડ ઓફિસ ખાતે નિમંત્રીત ર્ક્યા છે.’ જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આપણી બેન્ક ફક્ત બેન્કિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સો કાર્ય કરે છે. અનેક જાહેર સુખાકારીનાં કાર્યોમાં બેન્કે યોગદાન આપ્યુ છે.

હરકિશનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘યુનિટ બેન્કી શ‚ યેલી આપણી બેન્ક ૩૮ શાખા, ૨ એક્સટેન્શન કાઉન્ટર અને ૨ ઓફસાઇટ એટીએમનું નેટવર્ક ધરાવે છે. ફક્ત ૫૯ સભાસદો અને રૂ. ૪,૮૯૦/-ની શેર મૂડી સો શ‚ યેલી આપણી બેન્કમાં અત્યારે ૨,૭૭,૭૧૦ સભાસદો અને રૂ. ૫૬.૬૨ કરોડની શેર મૂડી છે. રૂ. ૪,૧૬૮ કરોડની ડિપોઝીટ અને રૂ. ૨,૩૦૮ કરોડનું ધિરાણ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.