મચ્છર ઉત્પતિ સંદર્ભે હોસ્પિટલોમાં આગામી સપ્તાહે ખાસ ચેકિંગ ઝુંબેશ

48
special-checking-campaign-next-week-in-hospitals-regarding-mosquito-breeding
special-checking-campaign-next-week-in-hospitals-regarding-mosquito-breeding

ડેન્ગ્યુ વિરોધી માસ દરમિયાન મચ્છરજન્ય રોગોને ડામવા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના

જુલાઇ માસ, “ડેન્ગ્યુ વિરોઘી માસ” દરમ્યાન આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સૂચના અનુસાર વાહકજન્ય રોગ નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગત ૫ખવાડિયા દરમ્યાન જ્યાંવિશાળ માનવ સમુહ વઘુ સંખ્યા એકત્રિત હોય, તેવી જુદી-જુદી સંસ્થા તથા પ્રિમાઇસીસમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજથી મચ્છર ઉત્૫તિ સ્થાનો સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ઘરવામાં આવશે.

આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના અનુસાર, આગામી અઠવાડિયા દરમ્યાન શહેરની તમામ હોસ્પિટલોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તમામ હોસ્પિટલમાં મચ્છર ઉત્પતિ સ્થાનો સબબ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

હોસ્પિટલમાં દર્દીઓ હોય એટલે ત્યાં વાઇરસ કે પરોપજીવીનો લોડ હોય છે. આથી હોસ્પીટલમાં વાહક મચ્છર હોય તો, હોસ્પીટલમાંથી ડેન્ગ્યું, મેલેરિયા જેવા રોગોનો ફેલાવો થવા સંભવ છે. આથી હોસ્પીટલમાં મચ્છર ઉત્પતિ સ્થાનો ન હોય તે ખુબજ આવશ્યક છે. ડેન્ગ્યું, મેલેરિયા જેવા રોગોથી બચવા જનભાગીદારીએક મહત્વનું પરિબળ છે. આથી હોસ્પિટલ પ્રીમાઈસીસમાં વાહક મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે હોસ્પિટલ સંચાલકો મુજબના પગલા અવશ્ય લેવા જોઈએ.

પીવાના તથા વ૫રાશના તમામ પાણીના ટાંકા. ટાંકી વગેરેને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. અગાસીમાં,છજ્જામાં કોઈપણ પ્રકારનો ભંગાર ન રાખીએ. પાણીના ટાંકા ઓવરફલો થવાને કારણે અથવા વરસાદી પાણી અગાસી, છાજ્જામાં જમા ન થાય તેની તકેદારી રાખીએ. વોટર કુલર, એ.સી. માંથી નીકળતું (વેસ્ટ વોટર) જમાથતું પાણી નિયમિત ખાલી કરી સાફ કરીએ. પક્ષી કુંજ, સુશોભન માટેના ફુવારા,છોડના કુંડા, સેલર, ફ્રીઝની ટ્રે, પીવાના પાણી વગેરેમાં પોરાનીઉત્પતિ ન થાય તેની તકેદારી રાખીએ. મેલેરિયા-ડેન્ગ્યુંના દર્દીઓને મચ્છરદાનીમાં જસુવડાવીએ. મેલેરિયા-ડેન્ગ્યું નોટીફાએબલ ડીસીઝહોય, આવા કોઈ પણ કેસ હોસ્પીટલમાં નોંધાય તો, તેની જાણ તુરંત આરોગ્ય શાખાને કરીએ.

Loading...