Abtak Media Google News

ભારતની સુવિખ્યાત લોકગાયીકા કવિતા કૃષ્ણમુર્તિ બન્યા આકર્ષણનું કેન્દ્ર

રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગુજરાત રાજય તા ગુજરાત રાજયા સંગીત નાટય એકેડેમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પંડિત ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અતિથી વિશેષ પદ પર રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્તિ રહ્યાં હતા. કે જેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જયારે મુખ્ય મહેમાન તરીકે ઈશ્ર્વરસિંહ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સમારોહમાં ભારતની જાણીતી પાર્શ્ર્વ ગાયીકા કવિતા કૃષ્ણમુર્તિ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડ માટે પસંદ કરાયેલા કલાકારોમાં પદ્મશ્રી પંડિત અજોય ચક્રવર્તી, પદ્મવિભુષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, પદ્મશ્રી પંડિત ઉલ્લાસ એન.કાસલકર તા પદ્મશ્રી શેખર શેનને ઓમકારના શાસ્ત્રીય સંગીત એવોર્ડી નવાજવામાં આવ્યા હતા.

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની પ્રજા વધુ સંગીત પ્રેમી: કવિતા કૃષ્ણમુર્તિ

જયારે ભારતની લોકપ્રસિધ્ધ ગાયીકા કવિતા કૃષ્ણમુર્તિએ ‘અબતક’ સો વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાતની જનતાએ આ એવોર્ડ સમારોહમાં આવીને જે કલાકારો ઉપર ભરોસો રાખ્યો છે તે ખુબજ મહત્વપૂર્ણ છે અને ભારત આખામાં ગુજરાતની જનતા ખૂબજ સાનુકુળ અને આવકાર્ય પ્રજા છે. ત્યારે જે રીતે ભારતના નવયુવાનો સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે જે પ્રયત્નો કરી રહ્યાં છે તે જોતા દુ:ખ પણ થાય છે કે, આટલા બધા લોકોને કયારે રોજગારી મળી શકશે. ભારતીય નવ યુવાનોમાં એક અલગ જ તાકાત રહેલી છે પરંતુ તેને જો યોગ્ય દિશા મળે તો ચિત્ર કાંઈક અલગ જ ઉદ્ભવીત શે. પરંતુ એ વાત સાચી છે કે, ગુજરાતની પ્રજા અન્યની સરખામણીમાં ખુબજ સારી અને સંગીત પ્રેમી છે. જે જોતા એક આનંદની લાગણી ઉદ્ભવીત થાય છે.

આવનારા સમયમાં એવોર્ડ સમારોહ ખૂબજ વિશાળ પાયે કરાશે: પંકજ ભટ્ટ

આ તકે ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટે ‘અબતક’ સો વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઘણા સમયી આ એવોર્ડ વિશે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર તેને પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. પરંતુ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશ અને તેમને શાસ્ત્રીય સંગીતમાં રસ દાખવતા એવોર્ડ સમારોહનું આયોજન કરવાનું વિચાર્યું હતું. એવોર્ડ સમારોહમાં જે રીતે લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો છે તે જોતા ખુબજ આનંદ થાય છે.  આવનારા સમયમાં આ આયોજન વધુને વધુ વિશાળ પાયે કરવામાં આવે તે માટેના તમામ પ્રયત્નો હા ધરાશે અને જે રીતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સા સહકાર મળી રહ્યો છે તે પણ ખુબજ મહત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.