Abtak Media Google News

મોરબી ના સીરામીક ઉધોગ ને વધુ આધુનિક બનાવશે: કે.જી.કુંડારીયા,સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સોરામિક રિસર્ચ ની એડવાઈઝરી કમિટીમાં રજૂઆત

મોરબી ના સીરામીક ઉદ્યોગ ને વધુ આધુનિક બનાવવા ની સો સો ફેક્ટરી માલિકો અને કામદારો ને ટ્રેનિંગ મળે તેમજ સીરામીક ઉધોગ માટે નવી ટેક્નોલોજી આપવવા પ્રમુખ કે.જી.કુંડારીયા એ અમદાવાદ ખાતે મળેલી સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ સેન્ટર ની બેઠક માં રજૂઆત કરી હતી જેમાં સીરામીક ઉદ્યોગઆ પાણી બચાવવા સ્પેન ની ટેકનોલોજી લાવવા હિમાયત કરવા માં આવી હતી.

ગઈકાલે ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા ની ઉપસ્તિી માં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરેમીક રિસચઁ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમીટીની અમદાવાદ ખાતે મીટીંગ હતી. જેમાં સીરેમીકના પ્રમુખ તરીકે કે. જી. કુંડારીયાએ હાજરી આપી. તેઓએ મોરબી માટે જરુરી બાબતોની વિગતવાર છણાવટ કરી. મોરબીને અધ્યતન લેબોરેટરી આપવી, અમદાવાદ સેન્ટરને અધ્યતન બનાવવા માટે નવા સાધનો આપવા, વૈજ્ઞાનિકો આપવા, વધુ ફંડ આપવું . જેી મોરબી સીરેમીક ઉદ્યોગને તેનો વધુમાં વધુ લાભ મળી શકે. વધુ માં  અમદાવાદ સેન્ટર દ્વારા મોરબીમાં વારંવાર સેમીનારનુ આયોજન કરી ઉદ્યોગપતિ અને કારીગરોને ટ્રેનિંગ આપે.તેવી પણ રજૂઆત કરી હતી  આ ઉપરાંત કુંડારીયાએ નવી ટેકનોલજી આયાત કરીને આ ઉદ્યોગને આપવી. જેવી કે ગેસ સો હાઇડ્રોજન નો ઉપયોગ કરવો, ઓક્સી રીચ ક્મ્બશન સિસ્ટમ લાવવી, સ્લગને સાયકલીંગ કરીને ઉત્પાદક બનાવવો, પાણીની સમસ્યા માટે સ્પેનની વૈકલ્પિક ટેકનોલજી લાવવી વિગેરે વિષે વિગતવાર છણાવટ કરી માહિતી આપી હતી.ખાસ ઉપસ્તિ રહ્યા હતા આ તકે અંબાણી સીરેમીક વાળા ભાવેશ અંબાણી સહિતના લોકો  હાજર રહ્યા હતા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.