અમરેલીમાં રોમિયાની શાન ઠેકાણ લાવવા કમર કસતા એસ.પી. નિર્લિપ્ત રાય

66
sp-to-waive-romania-in-amreli-detached-rye
sp-to-waive-romania-in-amreli-detached-rye

ખનીજ માફીયાઓ, અસામાજીક તત્વો, વરલી અને જુગારના અડ્ડા ચલાવતાઓને કાયદાનું ભાન કરાવ્યું

અમરેલી જીલ્લાના એસ.પી. તરીકેનો ચાર્જ સંભાળ્યાથી આજદિન સુધી સમગ્ર જીલ્લામાં લુખ્ખાઓ ખનીજચોરો, રોમીયોગીરી, કરતા તત્વો દેશી વિદેશી દારુ વહેચતા અસામાજીક તત્વો, વરલી અને જુગારના અડ્ડા ચલાવનારા માથાભારે ઇસમોમા નભુતો નભવિષ્ય જેવી કડક ધાક જમાવવામાં સફળ રહેલા અને સમગ્ર જીલ્લામાં કાયદાના રાજનું પ્રસ્થાપન કરાવી આમ જનતામાં લોકપ્રિયતા હાંસલ કરનારા એસ.પી.  નિર્લિપ્ત અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક મહીનાઓથી કેટલાક બગલગ ધારા ના પાક છેલબટાઉ યુવકો દ્વારા સામુહિક ગેંગ રેપ, શાળા કોલેજે જની વિઘાર્થીનીઓની છેડતી કરવી ના બનાવો બન્યા હતા. બે દિવસ પહેલા એક સગીર યુવતિ સ્કુલે જતી હતી તે વેળાએ ચારેક નાપાક યુવાનોએ તેમના તરફ ચીકી ફેંકી ફેકેલ ચીકી લેવા ગર્ભિત ધમકી મોઢે એસીડ ફેકવાની અને તેના માતા-પિતાની હત્યા કરવાની આપતા અને આ યુવતિએ હિંમત ભેર આવા લુખ્ખા બગલગ ધારા વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને છાશવારે બની રહેલા આવા બનાવોથી શાંત નગર તરીકે ઓળખાતા અમરેલી શહેરની આમ પ્રજામાં ભારે રો ફેલાયો હતો જો કે ચીકી ફેંકી ધમકી આપનારા  લુખ્ખાઓની પોલીસે ધરપકડ કરી સારી એવી આગતા સ્વાગતા કરી હતી આ બનાવ બન્યા પછી એસ.પી.  નિર્લિપ્તએ લુખ્ખાઓ અને શહેરમાં રોમિયોગીરી કરી રહેલા લુખ્ખાની શાન ઠેકાણે લાવવા

એક પોલીસ ઇન્સ્પેકટર અને છ એક જણના પોલીસ સ્ટાફની સ્પેશ્યલ સ્કવોર્ડની રચના કરી કડક પીએસઆઇ તરીકેની છાપ ધરાવતા પી.એસ.આઇ. જી.ડી.આહીરની નિમણુંક કરી છે આ સ્કોડ શહેરભરમાં બાજ નજર રાખી વિઘાર્થીનીઓ કે મહીલાઓને છેડતી કે છેડતી નો પ્રયાસ કરનાર બગલગ ધારા નાપાક યુવાનોને શોધી કાઢશે. આજે ના નવી બનેલી પોલીસ ચોકીને ભાવનગર આજી અશોકકુમાર યાદવના હસ્તે લોકાપર્ણ કરાયું હતું. આ નવી ચોકી જે સ્થળે કાર્યરત થઇ છે તે સરદાર સર્કલથી નાગનાથ મંદીર, લાઠી રોડ, ચિતલ રોડે શાળા કોલેજો તથા એસ.ટી. સ્ટોપ પોઇન્ટ આવેલા છે. અને આવા માર્ગે બહેન-દિકરીઓની છેડતી ના બનાવો વધુ બનતા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અમરેલી જીલ્લાનો કોઇપણ લુખ્ખો કે અસામાજીક પ્રવૃતિઓ આચરી આમ જનતાને ભયભીત કરતો શખ્સ પકડાયો હોય અને એસ.પી. સમક્ષ રજુ કરાયો હોય તેવા લુખ્ખાઓ પણ કબુલે છે કે એસ.પી. નો હાથ બહુ ભારે છે. જોઇએ છીએ કે આવતા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ તળ રચાયેલી સ્કોડ કેવા આકરા પગલા લેવામાં સફળતા મેળવશ.ે.

Loading...