આ રીતે ઘરે બનાવો પૌષ્ટિકતાથી ભરપૂર સોયાબીનના લાડુ…

119

શિયાળામાં આપણે શિયાળુ પાક ખાતા જ હોય છીએ વિશેષ રૂપે બાળકોને ખાસ ખવડાવનો આગ્રહ રાખતા હોય છીએ કારણે કે તેમને વધારે પોષ્તિક્તાની જરૂર હોય છે.આપણે સામાન્ય રીતે સોયાબીન નો ઉપયોગ કરતાં હોય છીએ પરંતુ શું તમે સોયાબીનના લાડુ ઘરે ટ્રાય કર્યા છે ? તો ચાલો આજે આપણે બનાવીએ સોયાબીનના લાડુ..

સામગ્રી :

સોયાબીન લોટ : ૧ કપ

ઘઉંનો લોટ : ૧ કપ

દળેલી ખાંડ : ૧.૫ કપ

ઘી : ૩/૪ કપ

કાજુ : ૫ થી ૬ નંગ

બદામ : ૫ થી ૬ નંગ

પિસ્તા  :  ૧૦ થી ૧૨ નંગ

એલચી : ૪-૫ નંગ

બનવાની રીત :

સૌ પ્રથમ એક પાત્રમાં બને લોટને ચાયણી દ્વારા ચાળી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં બનેં લોટ ઉમેરી ને સતત હલાવો.. આછા ગુલાબી રંગનો લોટ થાય ત્યાં સુધી તેને સતત ગરમ કરો. ત્યાબાદ તેમાં કાજુ, બદામ તેમજ પિસ્તા ઉમેરી દો.

જ્યારે લોટ આછા ગુલાબી રંગનો થાય ત્યારે તેમાં ખાંડનું બૂરું ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં માવો ઉમેરીને મિક્સ કરી લો. હવે તેના લાડુ બનાવી બદામ અને કાજુ વડે ગાર્નિશ કરી લો. તો તૈયાર છે સોયાબીનના લાડુ…તમે આ લાડુ ને મહિના દિવસ સુધી કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

Loading...