Abtak Media Google News

ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે ખેડુતો વિવિધ પાકોની વાવણી કરતા હોય છે. જેથી, રાજકોટ સહિતના રાજયભરનાં બિયારણ અને જંતુનાશક દવાઓનાં વેંચાણમાં ભારે લેવાલી જોવા મળે છે. છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં ખેડુતોમાં કપાસના વાવેતરનો ક્રેઝ વધ્યો હતો. પરંતુ રાજય સરકાર પાછલા ત્રણેક વર્ષોથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. જેથી ખેડુતો નબળુ વર્ષ જાય તો પણ કેવી નબળી મગફળીને રાજય સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે તેવી આશાથી આ વર્ષે મગફળીના વાવેતર તરફ વધુ વળ્યા છે. જેથી હાલમાં મગફળી તથા મરચીના બિયારણની ખરીદીમાં ભારે માગં જોવા મળે છે. જયારે જંતુનાશક દવાઓમાં આગામી સમયમાં ખરીદી નીકળશે તેવું વેપારીઓ માની રહ્યા છે.

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase
Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

કપાસમાં ફુગ આવે ત્યારે રેગ્યુલર દવાના છંટકાવથી નિયંત્રણ લાવી શકાય: ઓધવજી રાબડિયા

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

અબતક સાથેની વાતચિત દરમિયાન સાગર એગ્રો ઈન્પૂટથ સાગર પેસ્ટીસાઈડના ઓધવજીભાઈ રાબડિયાએ જણાવ્યું હતુ કે અમે આ ધંધા સાથે ત્રીસ વર્ષથી સંકળાયેલા છીએ આપણા સૌરાષ્ટ્રમાં મેજર બે પાક મગફળી અને કપાસ તથા વેજીટેબલસ, મરજી વગેરેનું વાવેતર થાય છે. ત્યારે ગયા વર્ષે ખેડુતોને મગફળીમાં ટેકાના ભાવે સારૂ વળતર થયું હતુ તેથી આ વર્ષે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં વીસથી ત્રીસ ટકામાં વધ્યું છે. જયારે કપાસનું વાવેતર ઘટયું તથા મરચીના ભાવ વધુ હોવાથી તેના વાવેતરમાં વધારો થયો છે. પાયાના ખાતર જેમકે ડી.એ.પી. પોટાસ એ બધા વાવણી પહેલા કરવાનું હોય છે. પાક ઉગી ગયા બાદ ત્રીસથી પિસતાળીશ દિવસે ઉપરથી જે ખાતર આપવાનું હોય તે મેજર યુરીયા સલ્ફર હોય તો તે પાક પ્રમાણે હોય તેમાં મગફળીમાં યુરીયાની જરૂરત નથી પડતી કપાસમાં બે થી ત્રણ વખત યુરીયા નાખવું પડે છે. પાક પ્રમાણે ડયુંરેશન મુજબ બેથી ત્રણ વખત યુરિયા સલ્ફર નાખવાનું હોય તથા છોડની બીજી ઘણીબધી માઈક્રો ન્યુટ્રનની જરૂર પડે છે તેમાં બજારમાં ઘણા સારા માઈક્રો ન્યુટ્રન ઉપલબ્ધ છે.

ઉત્પાદન વધારવું હોય તો માઈક્રો ન્યુટ્રન બી આપવું પડે તો જ ઉત્પાદન વધી શકશે. સૌરાષ્ટ્રની ઈકોનોમી એવી છે. ત્યારે ખેડુતોનો માત્ર ને માત્ર બે પાક ઉપર આધાર છે. જેમાં કપાસ, મગફળી વાવણી ત્યાર બાદ ત્રીસથી ચાલીશ દિવસ બાદ કપાસમાં ચૂસીયા જીવાત હોય તો સાર્થીન મોનોકોટો બાયરનું કોન્ફીડોરનો ઉપયોગ કરતા હોય મગફળીમાં પાત્રીસ, ચાલીસ દિવસ થાય ત્યારે ટીકા, ગેરૂ અને સફેદ ફુગના ઘણા બધા રોગો આવે તેને કંટ્રોલ ન કરો તો ત્રીસથી પચાસ ટકાનું ડેમેજ થાય ત્યારે ખેડુત બાયરનું ફોલીકોર દવા, બેરામૂડ, નેટીવના બે રાઉન્ડ કરો તો ફુગના જેટલા રોગો આવે તો તેમાં સારૂ નિયંત્રણ મળે જો તેમાં નિયંત્રણ લઈ શકો તોજ સારૂ ઉત્પાદન મળે પૂરેપૂરો પાલો મળે. કપાસમાં ફૂગ આવે તથા અત્યારે ગુલાબી ઈયળ વધુ થાય તે પાત્રીસ ચાલીસ દિવસથી શરૂ થાય તો તે ગુલાબી ઈયળ માટે ડેડીસ લાર્વીલ, લેમ્ડા સાયલોથીન તેનો રેગ્યુલર દસ દિવસે છંટકાવ કરવો.

કપાસમાં દોઢ માસ બાદ જયારે મગફળીમાં વાવેતર પહેલા ખાતર નાખવુ પડે: રમેશભાઈ ભોરણીયા

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

અબતક સાથેની વાતચીત દરમિયાન કૈલાશ એગ્રો સેન્ટરના રમેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતુ કે ચોમાસામાં કપાસ, મગફળી મુખ્ય તથા એરડા, અને કઠોળ વાવતા હોય વાવેતર બાદ કપાસમાં ખાતર દોઢ મહિના બાદ અને મગફળીના વાવેતર પહેલા ખાતર નાખવામાં આવે ત્યારે પારા ચડાવે ત્યારે ખાતર નાખે વરસાદ થાય ત્યારે યુરીયા ખાતરનો ડોઝ આપે, દવાનો છંટકાવ એક મહિના બાદ કરવામાં આવે ચુસીયા પ્રકરની જીવાત હોય તો તેમાં એસીફેટ અને મોનો છાંટવાની થીપ્સ આવે તો પ્રોફેનો અને સાયવરને મીશ્રણ કરીને છાંટવામાં આવે જો સફેદ માખી આવે તો પ્રાઈટ પાઉડર ડેલ્ટા અને ટ્રાયક્ષેપોસ છાંટવામાં આવે. પોષણ માટે દવા છાંટી શકાય. જો પિયત વાળી જમીન હોય તો કપાસ એટલે કે લેઈટ વેરાયટી વરસાદ આધારીત હોય તો તેમાં પાક વહેલો થાય તેવી વેરાયટી વાવવામાં આવે.

છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડુતો સેન્દ્રીય ખાતર તરફ વળ્યા છે: ભુપતભાઈ ઝાલાવડિયા

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

અબતક સાથેની વાતચીત દરમિયાન આદર્શ એગ્રો સિડસ રાજકોટ ભૂપતભાઈ ઝાલાવડિયાએ જણાવ્યું હતુ કે ચોમાસા દરમિયાન મેજર કપાસ, મગફળી થોડા અંશે કઠોળનું થાય ખાતરમાં મગફળીમાં ફોસ્ફેરેટીક પ્રકારના ખાતર તથા કપાસમાં એન.પીનો વધુ વપરાશ થાય છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતો સેન્દ્રિય ખાતર તરફ વળ્યા છે. તેમાં લીંબોડી, ખોળ, તમાકુનો ખોળ, એરંડીનો ખોળ વગેરે વધુમાં વાત કરતા જણાવ્યું કે મગફળીના પાકને પટ આવવો અગત્યનું છે. કપાસના પાકમાં જે તે કંપનીઓ પર આપી દેતી હોય છે. ખળ માટે વીડસ (નીંદામણ) હોય તેની દવાઓ વાવયા બાદ તેને સ્પ્રે કરી આપે તો નિંદામણ ઓછુ થાય. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો મગફળીમાં જૂનાગઢ કૃષિ યુનિ.એ ભલામણ કરેલી વેરાયટી જ ખેડુતો વધુ વાવે છે. તેમાં જીજી ૨૦, જીજી-૨૨, જીજી -૯ ટ્રેમ્બે યુનિ.ની ૩૯ નંબરની વેરાયટી વધુ વવાઈ છે.

છોડના વિકાસ માટે યુરિયા જરૂરી: મનસુખભાઈ પટેલ

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

અબતક સાથેની વાતચીતમાં મનસુખભાઈ પટેલએ જણાવ્યું કે સ્ટાર એગ્રોકેટ નામની કંપની ચલાવે છે. અને દવા, બીયારણ, અને દવાછાંટવાના સ્પ્રેની પણ એજન્સી ધરાવે છે. ચોમાસામાં અત્યારે લોકો કપાસ બીયારણ બોલગાર્ડ ૨ ટેકનોલોજીમાં અને લોકોને વધુમાં વધુ વડતરમાં તેમજ મગફળીના વાવેતરમાં પણ વધુ વાવેતર મળે છે. કુદરતી વાતાવરણ ઉપર વાવેતર જે મળતુ હોય છે. એટલે સુધારેલા જો ખેડુતોને ખબર ન હોય તો ફુગની પણ અત્યારે સમસ્યા વધુ રહે છે. આ ઉપરાંત સફેદ મુંડાનો પણ ઉપદ્રવ વધુ રહે છે જેથી નુકશાની થાય છે. અને આ વર્ષે ખેડુતો મગફળી વધુ વાવે છે. પરંતુ લાંબા ગાળે કપાસમાં તેઓને ફાયદો છે. ખાતર અને જંતુનાશક દવા એ તો પાયાનું ખાતર એનપી-૨ અને ડીએપી ખાતરો ખેડુતો કરતા હોય છે. અને પાયાનું ખાતર એટલે કે ૪૦ દિવસ પછી પણ જે ઉપલબ્ધ હોય છે. અને ૪૦ દિવસની પ્રોપેસ પછી જ તે સક્રિય સ્વરૂપમાં આવે છે. ત્યારબાદ યુરીયા એ છોડના વિકાસ માટે જરૂરી છે.

ગ્રાઉન્ડનટમાં ટેકાના ભાવ મળતા ખેડૂતોને ફાયદો થયો છે: કિશનભાઈ કાકડીયા

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રોક ગ્રોથ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના રાજકોટ ડિસ્ટ્રીકટના કિશનભાઈ એ કાકડીયાએ જણાવ્યું હતુ કે અમારી કંપની પેસ્ટ્રીસાઈડ બનાવે છે. ચોમાસામાં મુખ્યત્વે કાટન અને ગ્રાઉનનટનું વાવેતર ખેડુતો કરતા હોય છે. તેમાંપ ણ કોટનનું વાવેતર ઘટવામાં છે. કોટનના ભાવ તેટલા છે નહી ત્યારે ગ્રાઉનનટમાં ફાયદો એ છે કે સરકાર તેની ખરીદી કરે છે.તેથી ટેકાના ભાવ મળે તેથી ખેડુતોને ગ્રાઉનનટમાં ફાયદો થયો છે. વાવણી કરતી વખતે બીજની જાળવણી કરવામાં આવે બિયારણને પટ મારવાની આવે. પટ મારવાની દવાઓ અલગ હોય ત્યારે પટ માર્યા બાદ બિયારણ ઉગે ત્યારબાદ ખાતર નાખવામાં આવે તેથી બિજ ને પોષણ મળે તેમાં રોગ, ફુગ ન આવે દોઢ મહિના બાદ તેમાં કીટક આવે તેના માટે દવાઓ નાખવામાં આવે જેથી પાકને નુકશાન ન થાય.

જો સરકાર શ્રેષ્ઠ બિયારણની માહિતી આપે તો વધુમાં વધુ લાભ થાય: માવજીભાઈ મોલીયા

Sowing-Of-Groundnut-In-Favor-Of-Sowing-Of-Seeds-Sowing-Of-Sapling-Pesticide-Drug-Purchase
sowing-of-groundnut-in-favor-of-sowing-of-seeds-sowing-of-sapling-pesticide-drug-purchase

સિઝનમાં મગફળી વાવતા હોય કપાસ વાવતા હોય એમાય સરકાર સુધારા બી કોઈ જાતના આપે તો ખેડુ એનો ઉપયોગ કરે એવી માહિતી જો સરકાર આપે તો ખેડુને સારામાં સારો લાભ થાય ચોમાસાની સિઝનમાં વધારે પ્રમાણમાં કપાસ, મગફળીનું વાવેતર થાય છે. મગફળીના વાવેતર થાય છે. અને બાજરા ના વાવેતર થાય છે એવા એવા વાવેતર બદશ કરે કોઈપણ થોડી જમીન હોય નાની જમીન હોય બે એકર જમીન કોઈ પાસે હોય કે એક એકર જમીન હોય એવા ખેડુતો શાકભાજી વાવી એનું ગુજરાત ચલાવે બાકી વધુ જમીન વાળા ખેડુતો કપાસ, મગફળી વાવેતર હોય છે. વાવ્યા પછી કપાસને દવા છાંટવાની થાય, પછી પાણી જો હોય અને વરસાદ થાય તો વાંધો નહી નહિંતર એને પાણી થાવું પડે. મગફળીના વાવેતરમાં સારી રીતે માવજત કરવી પડે કપાસ ઉગી ને પાંચ ઈંચનો થાય ત્યારે દવા છાંટવી પડે ખાતર નાખવું પડી એ બધી માવજત કરવી પડે. સરકાર માત્ર વાતો કરે છે કે તમને વીમો આપીશું સહાય આપીશુ પણ કાંઈ આપતા નથી. સરકારે અમારી અપેક્ષા મુજબ ખરેખર ખેડુતને સહાય આપવી જોઈએ અને

વીમા આપવા જોઈએ દવા છે ખાતર પણ મોંઘા છે. ખેડુત જે વસ્તુ વેચવા જાય તો ભાવ સાવ ઓછા આવે ઉત્પાદનનું પુરતુ વળતર મળતુ નથી. અમને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. અત્યારે એકલીટર દવા પાંચ હજારની આવે છે. જે એક વખત છાંટી બે કે ત્રણ વિઘામાં એટલે પૂરૂ થઈ જાય આઠ દિવસ પછી પાછી છાંટવી પડે દવા ખાતરનાં ભાવ વધતા જાય છે. અને ખેડુતે જે વસ્તુ વેચવા જાય એના ભાવ પુરા મળતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.