Abtak Media Google News

રાજકોટ-સૌરાષ્ટ્રમાં પણ મતમતાંતર: હરિમંદિરોમાં અલગ અલગ માન્યતાઓ: હકિકતમાં ભૌગોલિક ઘટના !

ગૂરૂપૂર્ણિમાના શુભ અને મંગલકારી દિવસે સૂર્યગ્રહણ છે એને અંગે આપણા સમાજમાં વિભિન્ન અર્થઘટન થઈ રહ્યા છે. અને આપણા સમાજમાં મુંઝવણ પણ પ્રવર્તે છે. જયાં મહાભારતનું ઐતિહાસિક યુધ્ધ ઘેલાયું હતુ તે કૂરૂક્ષેત્રમાં તે દિવસે મહાપર્વ તરીકે ઉજવણી થાય છે.

આને લગતો એક અહેવાલ વિશેષ સમજણ અર્થે અહી દર્શાવવા જેવો છે

શુક્રદેવજી કહે છે : હે રાજા પરીક્ષિત ! ભગવાન વેદવ્યાસ આદિ મહાકવિઓ અને ઋષિમૂનિઓ તથા પિતા વસુદેવ અને માતા દેવકીજી, નંદ-યશોદા વગેરે સર્વને શ્રીકૃષ્ણ પરમાત્માનું સાચુ ઐશ્ર્ચયં કુરૂક્ષેત્રમાં સૂર્યગ્રહણના મહાપર્વ સમયે જોવા મળ્યું એની અલૌકિક કથા તમે એકચિત્તે સાંભળો.

શ્રી કૃષ્ણ-બલરામ દ્વારકામાં વસતા હતા ત્યારે પ્રલય કાળ જેવું એક સૂર્યગ્રહણ થયું હતુ એ વખતે સમગ્ર ભારત વર્ષમાંથી હજારો લોકો પૂણ્ય પ્રાપ્ત કરવા જમનાકિનારે એકત્ર થયા હતા. સૂર્યગ્રહણ નિમિત્તે મહામેળો ભરાયો હતો. તેમાં શ્રી કૃષ્ણ-બલરામ પોતાના પરિવાર સહિત જઈ પહોચ્યા. એ પ્રસંગે શ્રી કૃષ્ણ બલરામને સગાસંબંધી, મિત્રો સૌનો સંમગમ થયો. કુંતામાતા અને પાંડવો તો હતા જ, પણ સૌથી વિશેષ આનંદની વાત તો એ બની કે ગોકુળ-વૃંદાવનથી નંદ યશોદા અને ગોપગોપીઓનાં વૃંદ આવ્યા હતા. એ સૌને મળીને શ્રી કૃષ્ણના હર્ષનો પાર ન રહ્યો. દ્વારકાધીશ શ્રી કૃષ્ણને જોતા જ નંદરાજા પ્રેમવિભોર બની ગયા. જશોદાજીતો નાનપણમાં ખોળામાં બેસાડીને વ્હાલ કરતા.

શ્રી કૃષ્ણને વિદુરજીએ જયારે ખબર આપ્યા કે, વસુદેવ દેવકી આવ્યા છે, ત્યારે તેઓ એકદમ દોડીને સામા ગયા અને માતા પિતાના પગમાં પડયા, દેવકીજીની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાયા વસુદેવ દેવકી એ જ વખતે નંદ યશોદાને મળ્યા અને તેમનો અંત:કરણપૂર્વક આભાર માન્યો.

આ રીતે સમગ્ર કુટુંબ પરિવારને મળવાનું થયું એ સૂર્યગ્રહણ મેળાનો મોટો લાભ હતો. એક મોટા તંબુમાં સૌ એકઠા થયા તે વખતે શ્રી કૃષ્ણે સૌને આત્મશાંતિનો માર્ગ બતાવતા કહ્યું: મનુષ્યનો સમાગમ પરમાત્માની ઈચ્છાથી થાય છે. અને તેનીજ ઈચ્છાથી વિયોગ થાય છે. તેથી પરમાત્માની ભકિત કરવી એ સાચા સુખનું અને શાંતિનું સાધન છે. પરમાત્મા જગતમાં સંયોગ વિયોભનો કર્તા છે.પ્રાણીમાત્રનો તે અંતર્યામી છે. બાહ્ય શરીર એ તો અંતર્યામીનું એક પડ માત્ર છે. તે અંતર્યામી પરમાત્મામા સૌ જીવ એક છે.માટે એ પરમાત્મામાં જ પ્રીતિ રાખવી એ સાચા પ્રિયતમનો નિત્ય સમાગમ કરવો, એ સાચો સુખ અને આત્મશાંતિનો માર્ગ છે.

આ સૂર્યગ્રહણ સમયે વૈદવ્યાસ વગેરે મહાન ઋષિઓ અને તપસ્વીઓ પણ આવ્યા હતા. તેઓ શ્રી કૃષ્ણના ઉતારે આવ્યા. શ્રી કૃષ્ણે સામે આવીને પ્રણામ કરી સૌને આવકાર આપ્યો, તેમનું પૂજન કર્યું અને પછી બે હાથ જોડીને બોલ્યા.

અમારો જન્મ સફળ થયો અને અમોએ જીવનનું સમગ્ર ફળ પ્રાપ્ત કર્યું છે. કે કે તમારા જેવા યોગેશ્વરોનાં દર્શન સમાગમનો અમને લાભ મળ્યો. કારણ કે, જળમય તીર્થસ્થાનો કે પૃથ્વીમય દેવસ્થાનો તો ઘણે કાળે મનુષ્યને પવિત્ર કરી શકે છે જયારે જંગમ તીર્થરૂપ સત્પૂરૂષો તો દર્શન માત્રથી જ તત્કાળ મનુષ્યને પવિત્ર કરે છે. પૃથ્વી, આકાશ આદિ તત્વોની ઉપાસના ગમે તેટલી કરી હોય, પણ તે પાપમૂલક અજ્ઞાનને દૂર કરી શકતી નથી જયારે સતપૂરૂષોને એક મૂહૂર્ત જ સેવ્યાથી પાપમૂલક અજ્ઞાન નાશ પામે છે. એવા આ બ્રહ્મજ્ઞાની તત્વવેત્તાઓ પ્રત્યે પૂજનબુધ્ધિ કે તીર્થબુધ્ધિ કરવાની મૂકીને જેઓ શરીર, સ્ત્રી આદિમાં અહં મમ બુધ્ધિ કર્યા કરે છે, તેઓ મનુષ્યોમાં બળદ જેવા છે.

શ્રી કૃષ્ણના આવા પ્રેમભકિતવાળા વચનો સાંભળીને તે મૂનિઓ થોડીવાર તો ચૂપ રહ્યા, પરંતુ પછીથી વિચાર કરીને બોલ્યા:

હે શ્રી કૃષ્ણ ! અમે હવે જાણી ગયા છીએ કે, તમે જ સાચા તત્વવેત્તા તથા બ્રહ્મસ્વરૂરૂપ છો. અમે તો હજુ પરમાત્માનીમાયામાં જ બધ્ધ છીએ. પરંતુ તમારૂ બ્રાહ્મ આચરણ ગમે તેવું હોવા છતાં, અંતરથી તમે મૂકત છો. તમારૂરૂ બાહ્ય આચરણ પણ ઘનિષ્ઠ પુરૂષોનું રક્ષણ કરવાને દુષ્ટોને શિક્ષા કરવાને અને સનાતન ધર્મનો પ્રચાર કરવાને અર્થે છે. આપ તો વેદ નામનું બ્રહ્મજે સૌનુ શુધ્ધ અંતરંગ સ્વરૂપ છે, તે રૂપ છો, જયારે અમે હજુ શબ્દબ્રહ્મનાં જ લેખાં ગણ્યા કરીએ છીએ. આપ તો સત્પૂરૂષોની ગતિરૂપ છો. અને તેથી આપનો સમાગમ કરીને જ અમારા જન્મનું વિધાનું, તપનું તથા જ્ઞાનદ્રષ્ટિનું સફળપણુ અમે આજે પ્રાપ્ત કર્યું છે. એવા ગૂઢ મહિમાવાળા અને અસ્ખલિત જ્ઞાનશક્તિવાળા પરમાત્મા સ્વરૂપ આપ શ્રી કૃષ્ણને અમારા નમસ્કાર હો’.

મૂનિવરોના આવા રહસ્યમય વચનો સાંભળીને સૌ ભારે નવાઈ પામ્યા. જેને એક સમર્થ ક્ષત્રીય રાજા માનતા હતા. તે એક મહાયોગી પુરૂષ છે. એ જાણીને સૌને આનંદ થયો. સૂર્યગ્રહણ પૂરૂ થતા મહામેળો વિખરાયો અને સૌએ એકબીજાની વિદાય લીધી.

પિતા વસુદેવ હવે વૃધ્ધ થયા હતા. તેઓ અંતરની શાંતિ ઝંખતા હતા શ્રી કૃષ્ણને પરમાત્મા સ્વરૂપ જાણીને ઘેર જતા વેંત એકાંતે બેસીને ભાવપૂર્વક કહેવા લાગ્યા હે કૃષ્ણ મે તમને ઓળખ્યા ન હતા તમે અજન્મા, અનાદિ, અનંત, પરમાત્મા સ્વરૂપ હોવા છતા પ્રાણી માત્રના રક્ષણ કાજે પૃથ્વી ઉપર મારા પુત્રરૂપે અવતર્યા એ મારૂ પરમ ભાગ્ય માનું છું પણ હવે મને સાચી વાત સમજાય છે કે તમે મારા પુત્ર નથી પણ સાક્ષાત ઈશ્વર છો. હવે તમે મને અંતસમયે સંસાર તરફની આસકિતમાંથી ચિત્તને પરમ શાંતિ મળે એવો માર્ગ બતાવો.

શ્રી કૃષ્ણ સહેજ હસતા હસતાં પિતા વસુદેવને પ્રણામ કરીને નમ્ર ભાવે નીચે પ્રમાણે વચનો કહ્યા.

હૈ પિતાજી ! સ્થાવર જંગમ આ સર્વ જાતનું તત્વ બ્રહ્મ છે, એ આપનો નિશ્ર્ચય બરાબર છે. જેમ પૃથ્વીતત્વ ઘટાદિ અનેક પદાર્થોમાં વિવિધ સ્વરૂપવાળુ દેખાય છે, તેમ આત્મા પણ પોતે ઉત્પન્ન કરેલ ગુણોને લીધે, ગુણોથી ઉત્પન્ન કરાયેલા દૈહાદિ પદાર્થોમાં અનેક સ્વપે જણાય છે. અને ઉપાધિ વડે આવિર્ભાવ, તિરોભાવ, અલ્પ અને બહુ વગેરે ભાવો ધારણ કરતો દેખાય છે, પણ વસ્તુત: તેમ નથી આત્મા એક જ છે. નિત્ય છે. અભિન્ન છે. નિર્ગુણ છે. તથા માયાથી જ અનેક, અનિત્ય ભિન્ન તથા ગુણયુકત દેખાય છે. એ નિશ્ર્ચય દ્દઢ કરવો જોઈએ.

વસુદેવની બાજુમાં બેઠેલાં દેવકીજી પણ શ્રી કૃષ્ણના વચનો સાંભળીને ખૂબ શાંતિ પામ્યા અને આવો અલૌકિક પુત્ર મળવા સારૂ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.

અંગ્રેજીમાં એક કહેવત છે ‘વફાદાર મિત્ર એ જીવનની સૌથી મોટી સમૃધ્ધિ છે’ ગુજરાતીની એક ઉકિત પ્રમાણે ‘પુસ્તક એ મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર છે.’ આ બંને ઉકિતઓને સાથે વાંચતા પુસ્તકો વફાદાર મિત્રો હોવાથી જીવનની સૌથી મોટી મૂડી છે એ વાત તાર્કિક રીતે સ્પષ્ટ થાય છે.

કોઈપણ વ્યકિત તે કોનો સંગાથ કરે છે, કોના સાનિધ્યમાં રહે છે. તેનાથી આળખાય છે (અ પર્સન ઈઝ નોન બાય ધ કંપની હી કીપ્સ) એ અંગ્રેજી કહેવત પ્રમાણે સતત પુસ્તકોના સાન્નિધ્યમાં રહેતી વ્યકિત ઉપર તે પુસ્તકોના વાંચનની એક ચોકકસ અસર વર્તાય છે. તેના મન, વ્યકિત્વ, રૂચિ, અરૂચિ અને દ્રષ્ટિ કોણને ઘડે છે.

સારા પુસ્તકો જીવનની જટીલ સમસ્યાઓમાં સાચુ માર્ગદર્શન પૂરૂરૂ પાડે છે. જે પરિસ્થિતિમાં મિત્રો, સગાસંબંધી અને આત્મીયજનો પણ સલાહ આપતા અચકાય છે. ત્યારે પુસ્તકોનું માર્ગદર્શન હંમેશા તેના વાચકના પડખે ઉભુ રહે છે.

જીવનમાં કયારેક એવી ક્ષણો પણ આવે છે. જયારે હતાશા મનને ઘેરી લે છે આવી ક્ષણોમાંથી બહાર આવવા માટે પ્રરણાત્મક અવતરણોનાં એક બે પુસ્તકો વસાવવા જરૂરી છે. મહાન પુરૂષોના અવતરણો હતાશ થયેલા મનને નિરાશા ખંખેરી ફરી કાર્યરત થવાની પ્રેરણા આપે છે. કારણ કે તેમની વાણીમાં મહાન દાર્શનિકો તથા વિચારકોના અનુભવ અને ડહાપણનો અર્ક રહેલો હોય છે.

ઘણીવાર એવું મને છે કે આજે વાંચેલુ અને રસપ્રદ લાગતુ પુસ્તક દર વર્ષ પછી કંટાળો જન્માવે છે આવા પુસ્તકોની જૂના પુસ્તકો વેચનાર કે સ્ટોલવાળા સાથે અદલા બદલી કરી શકાય છે અને તે પુસ્તકના બદલામાં બીજુ જુનુ પણ મનગમતુ પુસ્તક મેળવી શકાય છે.

વાંચન માતુભાષા કે અંગ્રેજી ભાષાના પુસ્તકો પૂરતુ જ સીમિત રાખવાને બદલે અન્ય ભાષાઓમાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકોના સારા અનુવાદ પણ વાંચવા એટલા જ જરૂરી છે. આવા પુસ્તકો વિશ્વના વિવિધ દેશોનાં લેખકોની સાહિત્યક સંવેદનનો પરિચય આપે છે. આ ઉપરાંત મહાન પૂરૂષોની આત્મકથા અને વાંકમય નો સંગ્રહ દરેક દસકામાં તે વિભૂતિઓની આર્ષદ્રષ્ટિનું વિશ્ર્લેષણ કરવાની તક આપે છે. ઉદારણ તરીકે ગાંધીજીના મૃત્યુ વખતે આઈનસ્ટાઈને કહ્યું હતુ કે પચાસવર્ષ પછી આવો કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ચાલ્યો હતો એ વાતનો કોઈ વિશ્ર્વાસ નહી કરે, આ વાકયો ગાંધીજીની મહાનતા માટે તેમણે ઉચ્ચાર્યા હતા, પરંતુ ગાંધીજીની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ વાંચનાર વ્યકિતને એક સામાન્ય, સરેરાશ બાળકમાંથી મોહનદાસ કયા રસ્તે ચાલીને મહાત્મા બન્યા તેનો ખ્યાલ આવ્યા પછી આપમેળે પ્રેરણા અને બળ મળે છે. પુસ્તકોમાં પણ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ, વિષે સારી પેઠે સમજણ અપાઈ છે.

વિજ્ઞાન આને ભૌગોલિક ઘટના તરીકે ઓળખાવે છે. તેમણે એવું જણાવ્યું છે કે, પૃથ્વી-સૂર્ય-ચંદ્ર ગ્રહોગોળ સ્વરૂપના છે. અને પરિભ્રમણ કરે છે. અને પૃથ્વી પરિભ્રમણ વખતે નિશ્ચિત સમયે પૃથ્વીને પ્રકાશ આપે છે, ચંદ્રમાને પણ પ્રકાશ મળે છે. એકમાં ઉર્જા અને બીજામાં ચાંદની સાંપડે છે. પણ એક જ સીધી લીટીમાં આવે ત્યારે એમની છાયા પૃથ્વી ઉપર પડે છે. અને તે સીધી હોય છે. એટલે ગ્રહણની સ્થિતિ સર્જાય છે.

આ પ્રક્રિયા મૂળ પ્રક્રિયાની વિરૂધ્ધ છે. એટલે વિવિધ માન્યતા નિષ્પન્ન થઈ છે.

ગ્રહણને હાનિસર્જક ગણીને તે વખતે માનવ સમાજ એવી પ્રવૃત્તિઓને થંભાવે છે ચીજવસ્તુઓ પર થતી અસરથી બચવા તેને નષ્ટ કરે છે અને ગ્રહણગ્રસ્તોને કષ્ટ ન પડે કે તેમાં રાહત મળે એટલે ભજનધૂન કરે છે. હકિકતમાં તેની સાથે ધર્મને કાંઈ લેવા દેવા નથી એમ વૈજ્ઞાનિકો કહે છે.

માનવજાત એને અસાધારણ ઘટના ગણીને એને ખૂલ્લીઆંખે નિહાળતા નથી.

અહી પ્રત્યેક સમાજ અને વ્યકિત તેને સાચી રીતે સમજીને એ સમજને અનુસરે, એમ બૌધ્ધિકો કહે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.