Abtak Media Google News

ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સની બેફામ લુંટથી ફિલ્મ નિર્માતાઓ પરેશાન

તામિલ, તેલગુ, કન્નડ, મલ્યાલય અને ડીજીટલ સર્વીસ પ્રોવાઇડરની વચ્ચે મતભેદ થતા સાઉથ ઇન્ડિયન ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ ૧લી માર્ચે હડતાલ કરશે. એટલે તે દિવસે કોઇપણ સાઉથ ઇન્ડિયન ફિલ્મો રીલીઝ થશે નહીં. દક્ષિણ ભારત ફિલ્મ ઉદ્યોગની ડીએસપી દ્વારા ભાવવધારાની નારાજગીને કારણે હડતાલ કરવામાં આવી રહી છે. જો કે ડીજીટલ સર્વીસ પ્રોવાઇડરોએ ફિલ્મ નિમાર્તાઓ સાથે મીટીંગ કરી હતી પરંતુ તેનો કોઇ નિવેડો આવ્યો ન હતો.

નિર્માતાઓએ ફિલ્મ પ્રકાશિત કરવા ડીજીટલ સર્વીસ પ્રોવાઇડરોને ચાર્જ આપવું પડતું હોય છે. જેમાં એક સ્ક્રીન માટે પ્રોડયુસરો ૧૪ હજાર ચુકવતા ત્યારે તેના ભાવ હવે વધારીને ૨૨,૫૦૦ ફરી દેવાયા છે. નિમાર્તાઓના મતે વિપીએફ પ્રિન્ટ માટે રર હજાર પ૦૦ અધિક છે. જેમાં ઘટાડો થવો જોઇએ. તો બીજી તરફ ડીજીટલ સર્વીસ પ્રોવાઇડરો માને છે કે અમારા વીપીએફ પ્રિન્ટના ભાવ સૌથી ઓછા છે. વિવિધ વિકલ્પોઅને અડચણો વચ્ચે અમારે રૂ. ૩૨૫ પ્રતિ શો ઉઘરાવવાના હોય છે. તે સહેલું નથી.

કયુબ સિનેમાના કો-ફાઉન્ડર કુમાર જણાવે છે કે અમે સૌથી સારી સર્વીસ, ક્ધટેન્ટ, અને ડીજીટલ અધિકારો બધું જ મફતમાં આપીએ છીેએ. નિર્માતાઓની ચીમકી છે કે જો ભાવઘટાડો ન થયો અને તેમને યોગ્ય નિવારણ ન મળ્યું તો તેઓ હડતાલ પર ઉતરી પોતાની શકિત દર્શાવશે. ૧૦ થી ૧ર ટકા સુધીનો ઘટાડો પુરતો નથી જયારે ફિલ્મ ૧૦૦ કરતાં પણ ઓછી સ્કીનમાં રીલીઝ થવાની હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.