Abtak Media Google News

જોહાનીસ્બર્ગ ખાતે આવેલા વેન્ડેરર્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૪થી વનડે માં દક્ષીણ અફ્રિકા પિંક ડ્રેસ માં ફરીથી વિજય બન્યું. ડકવર્થ લુઇસ પદ્ધતિ ના આધારે અફ્રિકા એ ભારત ને ૫ વિકેટે હરાવ્યું. ૨૯૦ના લક્ષ્યાંક નો પીછો કરતા દક્ષીણ અફ્રિકા એ ૨૮ ઓવર ની મર્યાદા માં ૨૫.૩ ઓવર રમી ૨૦૭ રન કરી વિજય હાસલ કર્યો હતો.

Klaasen Got Into The Act As We 2
South Africa Beat India By 5 Wicket. DLS Method Comes Into Play

ખરાબ વાતાવરણ ના કારણે રમત ૨૮ ઓવરની સીમિત કરાઈ હતી. મેચ બાદ ભારતીય ક્રીકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી એ જણાવ્યું હતું કે, પ્રથમ બ્રેક જયારે પડ્યો તે બાદ બોલ બેટ પર જે આસાની થી આવો જોઈ તે નોતો આવતો.

ભારતીય સ્પિનરો એ ખરા અર્થમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ અફ્રિકા એ તમામ પાસા પ્રભુત્વ દાખવ્યું હતું. હેનરીચ ક્લાસ્સેન મન ઓફ ધ મેચ બન્યો હતો. તેને ૨૭ બોલ રમી ૪૩ રન નોંધાવ્યા હતા, જેમાં તેને ૫ચોક્કા અને ૧છક્કા ફટકાર્યો હતો. આફ્રિકા ટીમ માંથી ક્લાસ્સેને સર્વાધિક રન બનાવ્યા હતા. ૬ મેચની શ્રંખલામાં અફ્રિકા તેના પ્રથમ ૩મેચ હારી ચુકી હતી,પરંતુ રેકોર્ડ એવો પણ સ્થાપિત થયો છે કે અફ્રિકા જયારે પિંક ડ્રેસ પેહરી રમી હોઈ ત્યારે તે કદી પરાજિત નથી થઈ. ભારત તરફ થી રમતા શિખર ધવને સર્વાધિક ૧૦૯ રન નોંધાવ્યા હતા.

૬ મેચ ની શ્રંખલા માં ભારત ૩-૧ થી આગળ છે. ભારત જો ૪થી વનડે જીતી જાત તો આઈસીસી રેન્કિંગના પ્રથમ ક્રમનો તાજ તે હાસલ કરી સકત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.