Abtak Media Google News

સરકારનું સ્પષ્ટ વલણ: મેસેજીંગ એપ પર સુરક્ષામાં ખામી નહીં સહન કરાય

વિશ્વભરમાં સોશિયલ મિડીયા જે રીતે પોતાનો પગપેસારો કરી રહ્યું છે તેનાં ભાગરૂપે વોટસએપ દ્વારા અનેકવિધ ભારતીય લોકો સહિત વિશ્વનાં નામાંકિત વ્યકિતઓનાં ડેટા લીક થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ભારત દેશની જો વાત કરવામાં આવે તો ૪૦૦ મિલીયન યુઝર્સ વોટસએપનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એનએસઓ ગ્રુપ દ્વારા જે સ્પાયવેર બનાવવામાં આવ્યો હતો તેનાથી ૧૪૦૦ જેટલા વોટસએપ યુઝરોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો હતો તેમાંથી ૧૨૧ જેટલા યુઝર્સ ભારત દેશનાં હોવાનું સામે આવ્યું છે. ઘટના ઘટતાની સાથે જ ભારત સરકારે વોટસએપ પર પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે વોટસએપ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે તેમનાં દ્વારા જે સ્પાયવેરની મારફતે વપરાશકર્તાઓનાં જે ડેટા લીક થયા છે તે ન થાય તે દિશામાં અનેકવિધ પગલાઓ ભરાશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

વોટસએપે વિશ્ર્વભરને અને ખાસ કરી ભારત સામે દુ:ખ વ્યકત કર્યું છે અને માફી પણ માંગી છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા એ વાતની સ્પષ્ટતા પણ વોટસએપને કરી દેવામાં આવી છે કે આગામી દિવસોમાં તેમનાં દ્વારા આવી એક પણ પ્રવૃતિઓ જો ચલાવવામાં આવશે કે પછી વોટસએપ મારફતે કોઈ સ્પાયવેર બનશે તો તે કાર્યને કોઈપણ રીતે નહીં ચલાવી લેવાય અને આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી.  ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે પેગાસસ સ્પાઈવેર ઘટનાક્રમ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કંપનીએ ભારત સરકારને લેખિત રુપમાં ખેદ વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર કંપનીએ કહ્યું કે સુરક્ષા માપદંડો માટે કંપની જે પણ જરુરી પગલા ઉઠાવી રહી છે. નામ ન જણાવવાની શરતે એક ગવર્મેન્ટ ઓફિશ્યિલે જણાવ્યું કે સરકારે વોટ્સએપને પોતાની સિક્યોરિટી વોલને વધુ સુદ્રઢ બનાવવાના નિર્દેશ આપ્યા છે.

સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે મેસેજિંગ એપ પર સુરક્ષામાં ખામી સરકાર સહન નહી કરે. વોટ્સએપે કહ્યું કે,તેમાં સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે અને આપણે સમય-સમય પર યૂઝર પ્રાઈવેસી અને સિક્યોરિટીને લઈને સરકાર સાથે જોડાયેલા છીએ. અમને ખેદ છે કે અમે સરકારની આશાઓ પર ખરા ન ઉતર્યા. અમેરિકન કંપનીએ પણ કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમને પત્ર લખીને આ સ્પાયવેર વિશે જણાવ્યું હતું.

જેમાં કહેવામાં આવ્યું હતું કે ૧૨૧ ભારતીયો પર સ્પાઈવેર એટેકની કોશિશ કરવામાં આવી છે અને તેને વોટ્સેપ યૂઝ કરનાર ૨૦ ભારતીય યૂઝર પણ પ્રભાવિત થયા છે. વોટ્સએપે ભારત સરકારને જણાવ્યું કે વોટ્સએપે ભારત સરકારને જણાવ્યું કે તેણે આ ખતરાને ઠીક કર્યો છે. આ સાથે જ વોટ્સએપે એ પણ કહ્યું કે તે હજુ પણ સમજી નથી શક્યું કે આ એટેક હકીકતમાં થયો છે કે નહીં, જોકે, વોટ્સએપે હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે જે યૂઝર્સને આ સ્પાયવેરથી એટેક કરવામાં આવ્યો છે. તે હજુ આ એટેકની બહાર નીકળી ગયા છે કે હજુ પણ આ એટેકની ઝપેટમાં જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.