Abtak Media Google News

ભાજપે સોનિયા ગાંધીના નિવેદનને ‘ડર્ટી પોલીટીકસ’ સમાન ગણાવ્યું

નવીદિલ્હીમાં થયેલ હિંસાના પગલે સમગ્ર રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હિંસામાં ૨૨ જેટલી જાનહાનીના પગલે દિલ્હીનો મુદ્દો દેશનાં રાજકારણનાં મંચ ઉપર ઉકળી ઉઠયો હતો જેમાં કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ વિપક્ષોએ સરકાર પર પ્રસ્તાવ પાળવાનું શરૂ કર્યું છે. આ મુદ્દાને ધ્યાને લેતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું જયારે સીપીએમનાં સીતારામ યૈચ્ચુરીએ દિલ્હીને આ હિંસાને ૨૦૦૨નાં ગુજરાત હુલ્લડની યાદો સાથે પણ સરખાવી હતી. ભાજપ પક્ષ ઉપર આક્ષેપો આવતાની સાથે જ ભાજપે વિપક્ષીને આડે હાથ લીધા હતા અને સોનિયા ગાંધીનાં નિવેદનને ડર્ટી પોલીટીકસ જણાવ્યું હતું. ભાજપનાં નેતાઓએ અમિત શાહનાં રાજીનામાની વાતને હાસ્યાસ્પદ ગણાવી ઠુકરાવી દીધી હતી અને દાવો કર્યો હતો કે, સતત રાજકારણમાં શાંતી બનાવવા માટે સતત પોલીસના સંકલનમાં છે.

કોંગ્રેસની ગઈકાલે કાર્યકારણી સમિતિની બેઠક બોલાવી દેશની રાજધાનીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને દિલ્હીમાં જે ઘટનાઓ સામે આવી છે તેમાં તંત્ર વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડયું હોવાનો ઠરાવ પુરીત કરવામાં આવ્યો હતો.  દિલ્હી હિંસાને લઇને કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. સોનિયા ગાંધીએ દિલ્હી હિંસાને સુનિયોજીત કાવતરુ ગણાવ્યું હતું. તેમજ હિંસા પર અંકુશ મેળવવામાં મોડી કાર્યવાહી કરવા સામે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામુ માંગ્યુ હતું.  સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે દિલ્હી પોલીસ વિતેલા ૭૨ કલાકથી નિષ્ક્રિય છે. ૨૪ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પાછળ તેમણે બીજેપી નેતાઓના ભડકાઉ ભાષણોને જવાબદાર ઠેરવ્યા હતા. આ સિવાય સોનિયા ગાંધીએ દાવો કર્યો હતો કે દિલ્હી સરકાર પણ પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે. હિંસા મુદ્દે માનવુ છે કે, સ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની જરુર છે. મુખ્યમંત્રી કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે દિલ્હી સીએમએ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવી જોઇએ.

25Caa Clash

ભાજપમાં અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દિલ્હીની હિંસા પર સોનિયા ગાંધી રાજકારણ ખેલી રહ્યા છે તેથી તેઓએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, જે લોકોનાં હાથો નિર્દોષ શીખોના હાથેથી ખરડાયેલા છે તે હવે હિંસાની તપાસ અંગેની વાત કરે છે તે ખુબ જ દયનીય અને શરમજનક છે. કેન્દ્રીય મંત્રીએ ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણો યાદ કરાવ્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાલ આક્ષેપો કરવાની ગંદી રમત રમી રહ્યું છે. તેને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના આવા નબળા વલણથી પોલીસનો આત્મવિશ્ર્વાસ પણ ડગી શકે છે. નવી દિલ્હીમાં સીએએ સમર્થન અને વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન ફાટી નિકળેલ હિંસામાં અત્યાર સુધીમાં ૨૨થી વધુ લોકોના મૃત્યુ નિપજયા હતા.

દિલ્હી હાઈકોર્ટના જજ મુરલીધરનની પંજાબ અને હરિયાણા કોર્ટમાં બદલી

Justice Muralidhar

નાગરિકતા સંશોધન કાયદાની વિરુઘ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરનની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, જજ એસ.મુરલીધર અનેકવિધ વિવાદ જજમેન્ટો આપ્યા છે જેના માટે તેઓનો તબદલો કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટીસ મુરલીધરનો ટ્રાન્સફર ઓર્ડર સુપ્રીમ કોર્ટ કોલેજીયમની મંત્રણા સાથે ૧૨મી ફેબ્રુઆરીનાં રોજ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેઓને ગતરાત્રીએ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.  કેન્દ્ર સરકારે આ અંગેની નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા જસ્ટિસ મુરલીધરને ૩ કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. આજે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ મુરલીધરને ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ પર કાર્યવાહી માટે દાખલ અરજી પર પોલીસને ઠપકો આપ્યો હતો અને પોલીસને પૂછ્યું હતું કે, શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી ?  ત્યારે હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં ૧૯૮૪ જેવી સ્થિતિ બનવા દઈશું નહિ. આ કારણે જે ઝેડ સિક્યોરિટી વાળા નેતા છે, તેઓ લોકોની વચ્ચે જાય. તેમને સમજાવે, જેથી તેમને ભરોસો આવે. ૩ કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમીશનરે ભડકાઉ ભાષણોના તમામ વીડિયો જોવા અને ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ મુરલીધરને હાઈકોર્ટમાં કપિલ મિશ્રાનો વાયરલ વીડિયો પણ પ્લે કર્યો હતો. ગુરુવારે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.