ભૂજના સોની વેપારીએ પોતાની દુકાન મસ્જીદને કરી અર્પણ

કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

મુસ્લિમ ચાકી સમાજ દ્વારા વેપારીનું કરાયું સન્માન

ભુજનીલાલ ટેકરી નજીક આવેલ ચાકી વાળી મસ્જીદ (મદિના મસ્જીદ)ને નજીક આવેલ એક દુકાનદારે પોતાની ૫૧ વર્ષથી માલીકામાં રહેલુ દુકાનને પોતે મસ્જીદમા આપી અને એક કોમી એકતાની મિશાલ કાયમ કરી છે. દુકાનદાર નિતિનભાઈ સોની ૫૧ વર્ષથી પોતાની આ દુકાનમાં રોજીરોટી મેળવતા હતા ત્યારે એકાએક તેમને મનમાં વિચાર આવતા જ આ દુકાનને મસ્જીદને આપવાની વાત કરી હતી જે કોમી એકતાની વાતો કરે છે. તેના માટે આ ઉદાહરણ કાફી છે. ફકત વાતો કરવાથી કોમી એકતા ટકી રહેતી નથી પણ તેના માટે ભોગ પણ આપવું પડે છે. એવી વાત કરવામાં આવે કે અનેક એવા લોકો છે કે જે મસ્જીદના ભાડાઓ પર પોતાના જીવન ગુજારતા હોય છે. તેવામાં આ મસ્જીદની બાજુમાં આવેલ દુકાનદારે પોતાના કોઈ પણ સ્વાર્થ વિના આ દુકાનને મસ્જીદમાં સોંપવામાં આવી છે.

નિતિનભાઈ સોની આ ઉદાર ભાવ જોઈને ભુજ મુસ્લિમ ચાકી સમાજના લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે નીતીનભાઈ સોની, હાજી આદમભાઈ ચાકી, આમદ નુરનામદ ચાકી, હાજી જુશબ ઈબ્રાહીમ, એડવોકેટ અવનીશ ઠકકર, સલીમભાઈ ચાકી, ઈસ્માઈલ હાજી લતીફ ચાકી, અલીમામદભાઈ જત, ખલીફ હાજી કરીમામદ, ચાકી, સરફરાજ હાજી સિદિક, કાસમભાઈ ચાકી, હાજી ઘુલાભાઈ અકીલભાઈ ચાકી, રઝાકભાઈ ચાકી, કાસમભાઈ ચાકી, તેમજ સર્વ ચાકીભાઈઓ સાથે રહી અને આ કામને બિરદાવવામા આવ્યુંહતુ.

Loading...