સોણી તેરી ચાલ સોણી વે નચ દી કમાલ સોણી વે

544
hema malini
hema malini

કિસી શાયર કી ગઝલડ્રીમ ગર્લ

કિસી શાયર કી ગઝલ… ડ્રીમ ગર્લ… જી હા, ૬૮ વર્ષની વયે પણ બોટોકસ વિનાની બ્યૂટી કોઈ હોય તો તે હેમામાલીની છે. આજે તા.૧૬મી ઓકટોબરે હેમાનો બર્થ ડે છે.

આમતો તેમનું આખુ નામ હેમા માલિની દેઓલ છે પરંતુ તેઓ હેમા કે હેમાજી તરીકેનું સંબોધન પસંદ કરે છે. હેમા મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ કહે છેકે હું પ્રથમ એક શાસ્ત્રીય નૃત્યાંગના છું બાદમાં એક અભિનેત્રી છૂં. એક ફિલ્મ આવી હતી જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી…. આ ટાઈટલ હેમાને બંધ બેસે છે. તેઓ નૃત્ય વિના રહી શકતા નથી. તેઓ ‘મીરા’ નૃત્યનાટિકા દેશ-વિદેશમાં પરફોર્મ કરે છે.

તેઓ નૃત્યાંગના, અભિનેત્રી ફિલ્મ પ્રોડયુસર, ડાયરેકટર પણ છે. સુપરસ્ટાર શાહ‚ખ ખાનને બ્રેક આપનારા હેમા હતા. તેમણે ફિલ્મ ‘દિલ આશના હે’માં શાહ‚ખને ડાયરેકટ કર્યો હતો.

હેમા બી.જે.પી.નાં સાંસદ પણ છે. એટલે ટાઈમ ટુ ટાઈમ તેમણે સંસદ અને પાર્ટી મીટિંગોમાં પણ હાજરી આપવાની હોય છે. એકવાર તેઓ મોરારીબાપુના ‘અસ્મિતા પર્વ’માં હાજરી આપવા તલગાજરડા (ભાવનગર) પણ આવી ચૂકયા છે.

તેઓ બર્થ ડેના દિવસે મુંબઈમાં જ છે. કેમકે પુત્રી ઈશાને સારા દિવસો છે. અને ડયૂ ડેટ નજીક છે. હિન્દી સિનેમાની સૌથી યાદગાર જોડી ધર્મેન્દ્ર અને હેમા બાદ અમિતાભ અને હેમાની પણ જોડી બની. ફિલ્મ ‘બાંગબા’ માટે હેમાને એવોર્ડ પણ મળ્યો હતો.

હજુ ગયા વર્ષે તેમને રાજસ્થાનમાં એક માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. તેમના માથેથી ઘાત ટળી તેમ કહી શકાય. બોલીવૂડની ‘બસંતી’ હેમામાલિની પર આજે લાખ્ખો ફેન અને બોલીવૂડ કલાકારો તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.

Loading...