Abtak Media Google News

ખૈલૈયાઓનો પ્રવાહ જૈન વિઝન તરફ

શહેરની સામાજિક સસ્થા જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે જ જમાવટ થઇ ગઈ હતી અને કલ્પનાતીત સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો ગરબે રમ્યા હતા. ખેલૈયાઓ અને દર્શકોની ભીડ જોતા શહેરના તમામ રાજમાર્ગ રૈયા રોડ તરફ જતા હોય તેવું લાગતું હતું.આ આયોજનને પ્રથમ દિવસે જ જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી આયોજકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે અને આ પ્રકારનું આયોજન કાયમ માટે ચાલુ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

પ્રમ નોરતે જૈન સમાજની બહેનો એટલે કે નારી શક્તિએ માં જગદંબાની આરાધના કરીને આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ આરતીનો લાભ જૈન સમાજના અનેક આગેવાનોએ પણ લીધો હતો. આ નવરાત્રી મહોત્સવના સાક્ષી બનવા માટે આવેલા શહેરના હૈન શ્રેષ્ઠિઓએ એકી અવાજે આયોજનને વખાણ્યું હતું સોનમ ક્લોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ, ઋત્વિબેન શાહ,જૈન અગ્રણી સુનિલભાઈ શાહ ઇશ્વરભાઇ દોશી, જ્યોતિબેન દોશી, પ્રવીણભાઈ કોઠારીઈલાબેન કોઠારી અનિષભાઈ વાધર, બીનાબેન વાધર, નિલેષભાઈ કોઠારી બીજલબેન કોઠારી વિભાસભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા, ધૂમ ટ્રાવેલ્સ ના નિર્મલભાઇ શાહ, જયભાઇ ખારા,પી.એન.દોશી,કેતનભાઈ દોશી અશોકભાઇ દોશી જયેશભાઇ માવાણી અલ્પેશભાઇ મોદી કેયૂરભાઈ વોરા રાહુલભાઈ મેહતા અને ટીમ જૈન વિઝનને અભિનંદન આપ્યા હતા આ તકે મંદિર ના દાતા હિતેશભાઇ મહેતા મનીષભાઈ મહેતા વિભાબેન મેહતા પરિવારે લાભ લીધેલ હતો નવલી નવરાત્રી માતાજી ની પૂજન અર્ચન બાદ પ્રસાદી નો લાભ ગિરીશભાઈ ખારા પરિવારે લીધેલ છે.

આ નવરાત્રીમાં ગઈ કાલે ૨૫૦૦ થી વધુ જૈન સમાજની બહેનો ગરબે રમી હતી અને શ્રેષ્ઠ રમનારાને સોનામહોર અને ચાંદીની ગીની સહિતના ઈમાનો આપવામાં આવ્યા હતા. જૈન વિઝનની ટીમે આ નવરાત્રી મહોત્સવ નારી શક્તિને અર્પણ કર્યો હોવાથી બહેનોમાં અદમ્ય  ઉત્સાહ જોવા મળતો હતો. સમગ્ર નવલી નવરાત્રી નું આયોજન સફળ બનાવાટીમ જૈન વિઝન ના ૨૦૦ લેડિસ-જેન્ટસ જહેમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.