Abtak Media Google News

શુરવીર સંત જોગીદાસ સમક્ષ વનવગડામાં માલઢોર ચરાવતી અઢાર વર્ષની દિકરીના વિશ્ર્વાસથી ખુમાણ ગદગદીત

અત્યારે  જ્યારે સમાજમાં દુષ્કત્યનું પ્રમાણ વધ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના એક જમાનાના ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા જોગીદાસ ખુમાણ ની યાદ આવે છે. બહારવટે ચડેલા  અને સંત કક્ષાએ પહોંચેલા  આ  જોગીદાસ ખુમાણ જતી પુરુષ ઘણહેર માથી નીકળ્યા ત્યારે  એક અઢાર વીસ વર્ષની માલધારીની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં, એ દીકરી જવાબ આપે છે ના બાપુ. મારા મામા ને ત્યા મોટી થાવ છુ માં બાપ મરી ગયા છે જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કહેતો પણ આમ એકલી તુ ઘણહેર વન વગડામાં મા ઢોર ચારે છે તો તારી ઈજ્જત ની તારા શીયળ ની તને  બીક નથી લાગતી બેટા. ત્યારે એ અઢાર વીસ વર્ષ ની ઘણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે અમારા વિસ્તાર મા જોગીદાસબાપુ ખુમાણ ના બહારવટા હાલે છે ( એ  દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે મારી સામે પણ જોઈ શકે! ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ  સામે જોઈ બેઈ હાથ ઉંચા કર્યા અને એટલુ બોલ્યા કે.. હે સૂરજ નારાયણ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લયે ભામણા મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાઉત

હે કશ્યપ ના પુત્ર સુરજનારાણ મારૂ બહારવટું હાલે કે ના હાલે. મને ન્યાય મળે કે ન મળે પણ આવી અઢાર વીસ વર્ષની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા માં ઢોર ચારતી હોય અને બેન દીકરીઓ ને મારા ઉપર એટલો ભરોસો હોય તો હું જીવુ ત્યા સુઘી મારી ઈજ્જત આવી ને આવી રાખજે બાપ. એવી જ રીતે તમારી શેરી મા કે ગામ મા કે સોસાયટી મા આવી નાની દીકરી ઓ એક વિશ્વાસ રાખી ને  ગરબા લેતી હોય કે હજી મારા ગામ નો કે મારી શેરી નો કે મારી સોસાયટી નો ભાઈ જાગે છે તો એનો વિશ્વાસ તુટે નહી અને એક ભાઈ તરીકે તમારા પર જે વિશ્વાસ હોવો જોઈએ તે વિશ્વાસની લાજ ન જાય એટલા માટે કોઈ એકલી બેન દિકરી ને જુઓ ત્યારે સોરઠ ના મહાપુરુષ ને યાદ કરજો અને વીચારજો કે આપણે તો આવા ક્ષત્રિય મહાપુરુષોનો આદર્શ લઈને જીવનારા અને માન મર્યાદા અને સંસ્કૃતિમાં માનવાવાળા છીએ એટલે આપણા ઉપર જે કોઈ વિશ્વાસ રાખીને બેઠા છે એમનો વિશ્વાસ કદી ના તૂટવા દઈયે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.