Abtak Media Google News

ગુરૂવારે શુભ વિજય મુહુર્ત માટી-જળનું પુજન કરી અર્પણ કરાયા

અયોઘ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે મંદિર નિર્માણ માટે દેશના પવિત્ર તિર્થ ધામોની માટી તથા નદીઓના જળ મોકલવામાં આવી રહ્યા છે. સોમનાથથી પવિત્ર માટી અને ત્રિવેણી સાગર સંગમનું જળ મોકલવામાં આવ્યું હતું.

રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ જયોતિલિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય- કપિલા, સરસ્વતિ ત્રિવેદી સાગર સંગમનું જળ બન્નેના અલગ અલગ કુંભો બનાવી તેની પૂજારી દ્વારા પુજન કરી ગુરૂવારે  બપોરના ૧૨.૩૯ કલાકે વિજય મુહુર્તમાં સોમનાથ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અઘ્યક્ષ નરેશભાઇ પર્યાણીને અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે તમમ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જીલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોય પ્રથમ જયોતિલિંગ રી સોમનાથના પણ અલગ અલગ બન્ન. કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજા વિધિ સંપન્ન કરી મોકલવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.