Abtak Media Google News

આજની વૈશ્ર્વિક મહામારીના સમયમાં ઘંઘા રોજગારના પ્રગતિશીલ વિકાસ માટે ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા નંદીની ઇન્ડીયા પ્રા.લી. દ્વારા આગામી તા.૧૮-૧૦-૨૦થી ૨૦-૧૦-૨૦ એમ ત્રણ દિવસ માટે ઓનલાઇન ૨૪ કલાક માટે દેશનું પ્રથમ વર્ચુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનનો પ્રારંભ કરી વર્ચુઅલ પ્રદર્શનની પહેલ કરવામાં આવી છે. ત્યારે આ પ્રદર્શનમાં બાર જયોતિલિંગ પૈકીના પ્રથમ જયોતિલિંગ સોમનાથ દ્વારા આ પ્રદર્શનમાં સ્ટોલ રાખી આ વર્ચુઅલ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવનાર છે.

અત્યારના સાંપ્રત સમયમાં આધુનિકરણમાં ભગવાન સોમનાથનું મંદિર,  સોમનાથ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગત શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓ ભાવિક ભકતજનો ભગવાન સોમનાથના દર્શન સંપકલ્પ પૂજા વિગેરે જેવા આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતો અને ફેસબુક, ટવીટર, વોટઅપ, યુટયુબ, સોમનાથ યાત્રા એપ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરોડો ભાવિકોને દેશ તથા વિદેશમાં દર્શન કરાવ્યા હતા.

આ વર્ચુઅલ એન્જીનીયર પ્રદર્શનનો પ્રારંભ આગામી તા.૧૮-૧૦-૨૦ થવાનો છે. ત્યારે આ પ્રદર્શનનો પ્રારંભ પણ સોમનાથ ટ્રસ્ટના પ્રજારીઓ દ્વારા મંત્રોચ્ચારથી કરવામાં આવનાર છે. આ વર્ચુઅલ પ્રદર્શનની મુલાકાત લેવા માટે www.nandinindia.in વેબસાઇટ પર વિઝીટરે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.