Abtak Media Google News

શ્રાવણમાસ આવી રહેલ હોય, સોમનાથ તીર્થધામમાં દેશ-વિદેશથી યાત્રીપ્રવાહ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય, તેને નહાવા તથા શૌચકર્મ જેવી પ્રાથમીક જરૂરીયાત માટે ૭૦ લાખના ખર્ચે આધુનીક સુવિધાઓથી સજ્જ જે એરપોર્ટમાં હોય તે પ્રકારનુ સાર્વજનીક શૌચાલય  સોમનાથ મંદિર પરિસર ચોપાટી ખાતે આકાર પામેલ હતુ, જેમનુ લોકાર્પણ  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી તથા એસબીઆઇના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથના વરદ હસ્તે કરવામાં આવેલ. આ સાર્વજનીક શૌચાલય માં મહિલાઓ અને પુરૂષોના અલગ-અલગ વિભાગો છે, જેમાં યુરીનલ, વોશબીશન, બાથરૂમ, ટોઇલેટ સહીતની લેટેસ્ટ સુવિધાથી સજ્જ કરવામાં આવેલ છે. આ શૌચાલયના નિર્માણ માટે સીએસઆર કામગીરી હેઠળ રૂ.૨૫ લાખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા તરફથી, રૂ.૪૦ લાખનો આર્થીક સહયોગ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલ હતો.   

કાર્યક્રમ સ્થળેથી રામ મંદિર સુધી સ્વચ્છતા વોક   રામ મંદિર ઓડીટોરીયમ સુધીની યોજાઇ જેમાં બિવિજીના સફાઇકર્મીઓ તથા  સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ જોડાયા હતા.  રામ મંદિર ઓડીટોરીયમમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી  પ્રવીણભાઇ લહેરી, એસબીઆઇના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથના અધ્યક્ષ સ્થાને યોજાયો, મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય, ઉપસ્થીત મહેમાનોનુ સ્વાગત, સ્વાગતપ્રવચન થી ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇએ કરેલ જેમાં સમગ્ર પ્રોજેક્ટ ની માહિતિથી ઉપસ્થીત સૌ ને અવગત કરેલ તેમજ શબ્દોથી સૌનુ સ્વાગત કરેલ હતુ. મંચસ્થ મહાનુભાવો એ પ્રમુખ હિન્દુ દેવતા બુકનુ લોકાર્પણ કરેલ હતુ, જેમાં મુર્તિપૂજન શા માટે સહિતની ધાર્મીક બાબતો આવરી લેતી આ બુક નુ વિમોચન થયેલ.

પ્રાસંગીક ઉદ્બોધન મધુકર આનંદ  જનરલ મેનેજર એસબીઆઇ એ કરેલ, સાથે જ એસ બી આઇ ના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ  એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સોમનાથ મંદિર પરિસરનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે કાફેટેરીયા બનનાર છે, તેમાં એસબીઆઇની ડીઝીટલ બેંક  સોમનાથ ટ્રસ્ટના સહયોગથી બનશે જેમાં લોકો ડીઝીટલ માધ્યમથી નાનામાં નાની ચુકવણી ડીઝીટલ કરશે, સાથે જ લોકોને રોકડનુ જોખમ રાખવુ જરૂરી નહી રહે, પેમેન્ટ ગેટવે થકી ટ્રાન્ઝેક્શન સીધુ સોમનાથ ટ્રસ્ટ ને પેમેન્ટ જતુ રહેશે, જેથી ડીઝીટલ બેંકમાં એટીએમ સહીત સુવીધાઓ ઉપલબ્ધ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.