Abtak Media Google News

ફેસબુક પર ૧૪.૭૪ કરોડ, ટ્વીટર પર ૧.૯૯ કરોડ, ઇન્સ્ટાગ્રામ પર ૧.૩૪ કરોડ દેશ-વિદેશના ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા

ભક્તો સોશ્યલ મીડીયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે છે. પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે તેવા આશય સાથે વર્ષ-૨૦૧૫ થી સોશ્યલ મીડીયામાં દર્શન-આરતી-ઉત્સવો-મહોત્સવો અપલોડ કરવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

તબક્કા વાર આ કાર્યને દેશ-વિદેશમાં વસતા શિવભક્તોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, આ સંખ્યામાં ઉત્તરોતર નોંધપાત્ર વધારો થતો જઇ રહ્યો છે. શ્રાવણમાં શરૂ કરેલ સોશ્યલ મીડીયા દર્શન સેવા સો-હજાર-લાખ સુધી પહોચ્યા બાદ હવે કરોડે પહોંચી છે. ફેસબુક પર વર્ષ – ૨૦૧૮ માં ૯.૯૮ કરોડ નુ જોડાણ હતુ, જે ૨૦૧૯ માં ૧૪.૭૪ કરોડ ભક્તોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન- લાઇવ ઇવેન્ટ- આરતી- ઉત્સવ મહોત્સવ વિગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે. આ દર્શકોમાં ભારત સહિત અમેરીકા, નેપાળ, આરબ-અમીરાત, કેનેડા, કુવેત, સા.અરેબીયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા.આફ્રીકા, ફિલિપાઇન્સ, હોંગકોંગ, રશીયા, ચાઇના, ભુટાન, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશીયા સહિત ૪૬ દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્ર્વસ્તરે ખુબ પ્રચલિત ટ્વીટર જેમના પર દેશ- વિદેશના લોકો ખુબજ આગવી છાપ ધરાવે છે. ટ્વીટર પર વર્ષ-૨૦૧૮ માં ૮૫ લાખ જેટલા

7537D2F3 18

ભક્તોનુ જોડાણ હતુ, જે વર્ષ-૨૦૧૯ માં ૧.૯૯ કરોડ ભક્તોએ દર્શન-આરતી સહિતનો લાભ લીધો હતો. સાથે જ ઇન્સ્ટાગ્રામ માં વર્ષ-૨૦૧૯ માં ૧.૩૪ કરોડ ભક્તોએ દર્શન-આરતીનો લાભ લીધેલ હતો.

સોશ્યલ મીડીયા ખુબ સારી રીતે કાર્ય કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના આઇટી તથા  પી.આર.ઓ વિભાગ દ્વારા ચોક્સાઇ પુર્વક તેની કામગીરી કરવામાં આવે છે, સાથે જ આ બાબતે સીધુ મોનીટરીંગ ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવતુ હોય છે. વર્ષ-૨૦૨૦ દરમ્યાન ઉજવવામાં આવનાર ઉત્સવો-મહોત્સવો પણ સોશ્યલ મીડીયામાં લાઇવ થતા રહે અને ભક્તો સોશ્યલ મીડીયા દ્વારા સોમનાથ તીર્થધામ સાથે જોડાઇ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.