સોમનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસમાં રૂ.૫.૮૯ કરોડની આવક

૧૮ લાખ લોકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું: સોશિયલ મીડિયાના માધ્યમથી ૪.૫૯ કરોડ લોકોએ ભોળીયાનાથના દર્શન કર્યા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણમાસમાં રૂપીયા ૫ કરોડ ૮૯ લાખની આવક થઈ જેમાં પૂજાવિધિ પ્રસાદ અતિથીગૃહોની આવક સમાવેશ થાય છે.

સમગ્ર માસમાં ૨ કરોડ ૧૩ લાખ રૂપીયાની શિવ પ્રસાદી ભાવિકોએ પ્રાપ્ત કરી જેમાં લાડુ પ્રસાદ ચીકી પ્રસાદ સોમનાથ વાહન પાર્કિંગ વિભાગમાં રૂપીયા ૧૧॥ લાખ સાડા અગીયાર લાખની આવક થઈ સમગ્ર માસમાં આગલા વરસો કરતાં શિવભકતોએ સોમનાથ મહાદેવને ધજા ચઢાવી વર્ષ ૨૦૧૬માં ૧૬૧ ધજા, વર્ષ ૨૦૧૭માં ૧૫૭ ધજા વર્ષ ૨૦૧૮માં ૨૩૧ ધજા અને વર્ષ ૨૦૧૯માં ૨૩૬ ધજાઓ મહાદેવને શિખરે ચઢી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટ સચિવ પ્રવિણભાઈ લહેરીએ જણાવ્યું કે સોમનાથ મંદિર ખશતે મેન કાઉન્ટીંગ મશીન દિગ્વીજય દ્વાર ખાતે ગોઠવવામાં આવેલ છે.

જયાંના સીસીટીવી કેમેરા માધ્યમથી પી.આર.ઓ. ઓફીસના કોમ્પ્યુટર સાથે લીંક આપવામાં આવેલ છે. આવી જ રીતે નૃત્ય મંડપ અને સભાગૃહનાં બહાર નીકળવાના પોઈન્ટ ઉપર એમ કુલ ત્રણ સ્થળે વર્ચયુલીટી ક્રોસ કરે એટલે મંદિરમાં પ્રવેશની સંખ્યા કોમ્પ્યુટરમાં કાઉન્ટ થઈ જાય. આ મશીન કાયમી ધોરણે રહેશે અને આ મશીન દ્વારા જાણી શકાયું કે પવિત્ર શ્રાવણ માસમાં કુલ ૧૮ લાખ લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર આ વર્ષે પણ સોશ્યલ મીડીયા માધ્યમથી વિશ્વભરમાં છવાયું કુલ ૪ કરોડ ૫૯ લાખ લોકોએ વિશ્વના દેશોમાં સોમનાથ દર્શન કર્યા જેમાં ૪ કરોડ ફેસબુકથી, ટવીટરથી ૨૩ લાખ, ઈન્સ્ટ્રાગ્રામથી ૩૬ લાખ સમાવિષ્ટ થાય છે. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિહ ચાવડાના જણાવ્યા અનુસાર ઓગષ્ટ ૩૦ થી ૧ સપ્ટે. સુધી અમેરિકાના ન્યુજર્સીમાં સોમનાથનો ગ્લોબલ સમીટમાં ફ્રેન્ડસ ઓફ ગુજરાત આયોજીત સોમનાથ સ્ટોલમાં હજારો લોકોએ સોમનાથ મહાદેવના દર્શન આરતી દર્શન કરી શિવમય બન્યા.

Loading...