Abtak Media Google News

વિરોધી તત્‍વો, લુંટારાઓ તથા ધાડપાડુઓની ગેંગો દ્વારા એટીએમ મશીનોની ચોરી કરી જવાના બનાવો બનવા પામે છે. જે  ગેરકાયદેસર પ્રવૃત્‍તિઓના કારણે નાગરીકોનાં જીવ જોખમાય છે. મિલ્‍કતોને હાની પહોંચે છે.એ.ટી.એમ. મશીનમાં રહેલ નાણાની સલામતી માટે તથા નાગરીકોમાં સુરક્ષાની ભાવના ઉભી થાય તે માટે એ.ટી.એમ. મશીન ઉપર ચોકીયાત રાખવા અત્‍યંત જરૂરી છે.

આથી ગીર સોમનાથ જિલ્‍લાના અધિક કલેકટરશ્રી એચ.આર.મોદીએ તેમને મળેલી સત્તાની રૂએ એક હુકમ કરીને ગીર સોમનાથ જિલ્‍લામાં આવેલ તમામ બેંકોએ તેમના એ.ટી.એમ. ચેમ્‍બરની અંદરના ભાગે તથા એ.ટી.એમ.ના બહારના ભાગે પુરતી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્‍ટમ સાથે ગોઠવી ઉકત વિગતોનું રેકોર્ડીંગ કરવું.

તેમજ આ ડેટા બેક ૩૦-દિવસ સુધી જાળવી રાખવો, તથા ગીર સોમનાથ જિલ્‍લામાં આવેલ તમામ બેંકોના એ.ટી.એમ.ની બહારના ભાગે ગાડીના નંબર દેખાય તે રીતે તેમજ ગાડીમાં ડ્રાઈવર તેમજ તેની બાજુમાં બેઠેલ વ્‍યકિતનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે વાહન અને વ્‍યકિતની ઓળખ થઇ શકે તે મુજબ પરુતી સંખ્‍યામાં કેમેરા ગોઠવવા.

તથા ગીર સોમનાથ જિલ્‍લામાં આવેલ તમામ બેંકોના એ.ટી.એમ. મશીનો ઉપર ૨૪-કલાક ૩ શીફટમાં ચોકીદારો રાખવા. આ હુકમ તાત્કાલીક અસરથી ૬૦ દિવસ સુધી  અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.