Abtak Media Google News

બદલાતા આ સમયમાં  દરેક માતા-પિતા પોતાના સંતાન પાસેથી અનેક અપેક્ષા રાખે છે. ત્યારે દરેક સંતાન પણ પોતાના માતા-પિતાને અનેક રીતે સમજ્યા વગર ક્યારેક જાણતા- અજાણતા અનેક વાતો કહી દેતા હોય છે. ત્યારે દરેક માતા- પિતા જો આવી ટિપ્સ અપનાવે તો દરેક સંતાન પોતે આવી અજાણતા તેનાથી થતી ભૂલો પણ ભૂલી ફરી પાછા માતા-પિતા અને પેરેંટીંગ સાચી વ્યાખ્યાથી જીવનને જોડી દે છે.

દરેક માતા-પિતાએ  આ ટિપ્સનું ધ્યાન રાખે તો તે જીવનમાં બાળકના દિલ સુધીનો સાચો સેતુ બનાવી આપે છે.

  • તમારા બાળકમાં રહેલી વિશેષતાને ઓળખો

દરેક સંતાનમાં અનેક વિશેષતા પડેલી જ હોય છે. તો ત્યારે માતા-પિતાએ તેના મનની અપેક્ષા તેના પર જ ક્યારેક થોપી દેતા હોય છે. તો બાળક પોતાના સપના ભૂલી જતાં હોય છે. ત્યારે દરેક માતા-પિતાએ પોતાની અપેક્ષાઓ છોડી અને પોતાના સંતાનનોની ખૂબી ઉપર વધુ ધ્યાન આપે તો દરેક સંતાન પોતાના જીવનમાં ધાર્યા કરતાં પણ શ્રેષ્ટ બનાવી શકે છે.

  • બાળકોને ખીજાવવા કરતાં તેના વખાણ કરો

દરેક સંતાન પોતાના વડીલો પાસેથી વખાણની એક અપેક્ષા રાખતા હોય છે. કારણ સંતાનો કે કોઈ પણ બાળક નિર્દોષ હોય છે. ત્યારે દરેક બાળકની દરેક વાત કે સવાલ અથવા પોતાના કામ થકી તેને બિરદાવે તો તેની મજા તેને આવે અને દરેક કામ કઈક અલગ રીતે કરી શકે છે. અને તેને કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે.

  • તમારા બાળકની સરખામણી બીજા સાથે ના કરવી

દરેક વ્યક્તિ તેમજ બાળકને ક્યારેક ખોટું લાગી જતું હોય કે મારા કે મારી કરતાં બીજાના વખાણ કેમ ? જ્યારે હું ખૂબ સારું કામ કરું છું તો ? ત્યારે આ એક સરખામણી ક્યારેક તમારા બાળક લાગણી ઘટી જાય છે. તેને ધીમે-ધીમે એકલતા માળવું  વધારે પસંદ કરે છે. ત્યારે દરેક માતા-પિતાએ પોતાના બાળકની સરખામણી બીજા સામે કરવા અથવા તેને ઉતારી પાડવો તેવુંના કરવું જોઇયે. કારણ તેનાથી તેની લાગણી દુભાતી હોય છે. તેના વખાણ કરવા પણ તેની નિંદાને હમેશા ટાળવી.

  • તમારા બાળકને સાથ અને હુફ આપો

માતા-પિતા ક્યારેક પોતાના બાળકને મોટો થઈ ગયો તેવું સમજીને તેનો ધીમે-ધીમે સાથ છોડવા માંડતા હોય છે. ત્યારે ક્યારેય બાળક વડીલો માટે મોટો નથી થતો અને તેના હમેશા એક હુફ અને સાથની જરૂર પડતી હોય છે , કારણ કપરા સમયમાં દરેક બાળક ક્યાક બોલ્યા વગર મુજાતો હોય છે. તો તેને સાથ અને હુફ હમેશા આપી તેને દરેક કામ માટે બિરદાવો.

  • બાળકને ઉદાહરણોથી સમજાવો

દરેક બાળક ક્યારેક ના સમજે, તો તે માતા-પિતા માટે ખૂબ અઘરું થઈ જતું હોય છે. ત્યારે બાળકને ઉદાહરણો વળે સમજાવતા જાવ. કારણ રોજિંદા જીવનમા દરેક રમત રમતા કે પોતાની આસપાસ અનેક એવી વસ્તુ જોઈ તેનાથી સિખ મેળવતો હોય  છે. ત્યારે દરેક માતા- પિતા પોતે બાળકને ઉદાહરણો થકી જો સમજાવે તો દરેક બાળક જલ્દી અને ખૂબ સારી રીતે સમજી જાય છે.

તો આ ટિપ્સ બનાવશે તમારા બાળક અને માતા-પિતા થકી કઈક ખાસ અને બનાવશે તમારા બાળક સાથે સંબંધ અને જીવન એકદમ સરળ અને ખાસ.

7537D2F3 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.